ડુમસ રોડ પર હીટ એન્ડ રનનો બનાવ
સુરત,તા.૧૭
ડુમસ રોડ પર આવેલી આભવા ચોકડી પર ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા એક્સિડન્ટમાં બાઈક સવાર બેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.જ્યારે એકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આભવા ચોક઼ડી પર લાલ કલરની પલસર બાઈક અને કાર (જીજે ૫ આરડી ૫૯૧૦) વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો.જેમાં બાઈક પર બેસેલ પ્રદીપ સુનિલ ચૌધરી રહે વાલોડ મોરદેવી ગામ કલર ટેક્સ બંગલોમાં હાઉસ કિપીંગનું કામ કરતાં યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે મૃતક પ્રદીપ સાથે બાઈક પર સવાર મિત્રા આશિષ પણ ઈજાગ્રસ્ત થયો હતો.જેથી તેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક પ્રદિપના પિતા સુનિલ ચૌધરી ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે છે. સુનિલ અને આશિષ બપોરનું ટીફિન લેવા માટે વેસુથી કલરટેક્સ જતાં હતાં એ દરમિયાન એક્સિડન્ટ સર્જાયો હતો.
એક્સિડન્ટ સર્જયા બાદ કાર ચાલક ઘટના સ્થળે જ કાર મુકીને નાસી છૂટ્યો હતો. બીજી તરફ કારને પણ નુકસાન થયું હતું. પરંતુ માનવતા દાખવવાની જગ્યાએ કાર ચાલક નાસી છૂટતાં એક્સિડન્ટ બાદ ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ ફીટકાર વરસાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




