નાણાં સચિવ હસમુખ અઢિયા ૩૦ નવેમ્બરે નિવૃત્ત થશે : જેટલીએ કરી જાહેરાત

0
8

ન્યુ દિલ્હી,તા.૧૭
ઈન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ (IAS) કેડરના ૧૯૮૧ બેચના અધિકારી તેમજ વર્તમાન કેન્દ્રીય નાણા સચિવ હસમુખ અઢિયા આગામી ૩૦મી નવેમ્બરના નિવૃત થશે. કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ આ અંગેની માહિતી આપી છે. હસમુખ અઢિયા છેલ્લા ચાર વર્ષથી નાણા મંત્રાલયમાં કાર્યરત હતા અને તેમને ત્રણ વર્ષથી રેવન્યુ સેક્રેટરીની વિશિષ્ટ જવાબદારી સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હસમુખ અઢિયા મુખ્ય સચિવ પદે રહી ચુકવ્યા છે અને તેઓ મોદીના સૌથી વિશ્વાસુ અધિકારીમાં સ્થાન ધરાવે છે. જા કે હવે કોઈ કારણસર તેમની જગ્યાએ UIDAIના CEO અજય ભૂષણ પાંડેનું નામ ચર્ચાઈ રહ્યું છે.
કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીએ ફેસબુક પોસ્ટમાં અઢિયાની નિવૃતી અંગે વિસ્તૃતમાં જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે અઢિયાને વધુ સમય સુધી વૈકલ્પિક રીતે કામગીરી કરવા જણાવ્યું હતું પરંતુ અઢિયાએ તેમના વ્યકિતગત શોખ અને પુત્ર માટે પોતાનો સમય આપવાનું કારણ આપીને એક દિવસ પણ સેવામાં નહીં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હસમુખ અઢિયાએ મને જણાવ્યું હતું કે તેઓ ૩૦મી નવેમ્બર બાદ એક દિવસ પણ મંત્રાલયમાં કામગીરી પર નથી રહેવા માંગતા અને તેઓ પોતાના વ્યકિતગત શોખ આધ્યાત્મ અને યોગા તેમજ તેમના પુત્રને સમય આપવા માંગે છે, તેમ જેટલીએ એફબી પોસ્ટમાં જણાવ્યું હતું.
નિવૃતના દ્વારે આવેલા અઢિયાને નાણાં મંત્રી જેટલીએ શુભેચ્છા પાઠવી હતી તેમજ રેવન્યુ સચિવ તરીકે તેમની કામગીરીને બિરદાવી હતી. તેમના નેતૃત્વમાં ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) તેમજ ઓનલાઈન આવકવેરા ફાઈલિંગ સહિતની નોંધપાત્ર કામગીરી હાથ ધરાઈ હતી.
રેવન્યુ સચિવ તરીકે અઢિયાના કાર્યકાળમાં જીએસટીને લઈને બંધારણીય સુધારો, બહુવિધ જીએસટી કાયદા માટે રાજ્ય-કેન્દ્ર વચ્ચે પરસ્પર સહમતિ, નિયમો અને ટેક્સના દર નિર્ધારિત કરવાની મહત્વપૂર્ણ કામગીરી થઈ હતી જેને પગલે ૧ જુલાઈ ૨૦૧૭ સુધીમાં જીએસટીનો અમલ શકીય બન્યો હતો. આ ઉપરાંત જીએસટી અમલ બાદ રેકોર્ડ સમયમાં દરોમાં ઘટાડો અને કેટલાક છીંડા દૂર કરવામાં આવ્યા જે અઢિયાની કુશળતાને આભારે છે તેમ જેટલીએ જણાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY