મોરબી,તા.૧૦
હળવદ માળીયા હાઈવે ઉપર હરિકૃષ્ણ ધામન જીક રિક્ષા અને મેટાડોર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઈજા પામેલા કુલ પાંચ વ્યક્તિમાંથી બે મહિલાના મોત થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ એકની હાલત હજુ ગંભીર છે અને સારવાર હેઠળ છે. ભોગ બનેલા રિક્ષાના ડ્રાઈવરે મેટાડોર ચાલક વિરુદ્ધ હવળદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અકસ્માત સર્જીને મેટાડોર લઈને નાસી ગયેલા ડ્રાઈવરની સ્થાનિક પોલીસે શોધખોળ હાથ ધરી છે.
હળવદના ખાડી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાન કરતા સુખદેવભાઈ નાગજીભાઈ ધામેચા (ઉં. ૩૩) થોડા દિવસ અગાઉ પોતાની રિક્ષા લઈને ઉભા હતા ત્યારે પાછળથી મેટાડોર નંબર ય્ત્ન ૨૩ઉ ૯૫૪૬ના ચાલકે છકડો રિક્ષા નંબર ય્ત્ન૧ઝ્રેં ૭૧૯૫ને હડફેટે લીધી હતી. મેટાડોર અથડાતા રિક્ષામાં સવાર મધુબેન કિર્તીભાઈ કોળી, નયનાબેન ચાવડા, રણછોડભાઈ અને ટુંડાભાઈ સહિત કુલ પાંચને ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન મધુબેન કિર્તીભાઈ તેમજ નયનાબેન ચાવડાનું મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધીને મેટાડોરના ડ્રાઈવરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



