અમદાવાદ,તા.૧૩
શહેરના અંજલી ચાર રસ્તા પાસે ગઇ કાલે રાતે નિર્માણાધીન પુલની ક્રેનનો એક ભાગ રિક્ષા પર પડતાં રિક્ષા દબાઇ હતી. આ ઘટનામાં રિક્ષાચાલકને ઇજા થતાં સારવાર માટે વી.એસ. હોસ્પિટલે ખસેડાયો હતો, જાકે ઘટનામાં રિક્ષાચાલકને ગંભીર થઇ ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ફતેવાડી વિસ્તારમાં આવેલા તાહીબા ફલેટમાં રહેતા ખાદિલભાઇ મનસૂરી (ઉં.વ.પ૦) રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન કરે છે. ગઇકાલે રાતે ખાદિલભાઇ તેમની રિક્ષા લઇ અંજલી ચાર રસ્તા પાસે નિર્માણાધીન પુલ પાસે પસાર થતા હતા.
બ્રિજ નીચેથી રિક્ષા લઇ નીકળ્યા ત્યારે ત્યાં રાખેલ એક લોખંડની એંગલ રિક્ષા પર પડી હતી અને એંગલ રિક્ષામાં ભરાઇ જતાં ક્રેનનો ભાગ રિક્ષા પર પડ્યો હતો. ક્રેન રિક્ષા પર પડતાં રિક્ષાનો આગળનો ભાગ દબાઇ ગયો હતો. ખાદિલભાઇને માથા અને શરીર પર ઇજા થતાં રાહદારીઓ દોડી આવ્યા હતા અને સારવાર માટે વી.એસ. હોસ્પિટલ ખસેડ્યા હતા.
લોખંડની એન્ગલમાં ક્રેનનો હૂક ભરાવેલ હતો કોઇ કારણસર લોખંડની એન્ગલ રિક્ષામાં ભરાઇ જતાં એન્ગલ ખેંચાઇ હતી અને ક્રેન અકસ્માતે નીચે પડી હતી. ઇજાગ્રસ્ત ખાદિલભાઇની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






