અમદાવાદ,તા.૧૩
શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં તસ્કરો સોનાના દાગીના સહિત ૬.૭પ લાખ રુપિયાના મત્તાની ચોરી કરીને નાસી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. તસ્કરો બાથરૂમની બારીનો કાચ તોડીને ઘરમાં ઘૂસ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મકાન માલિક તેમના પરિવાર સાથે સૂતા હતા તે સમયે આ ઘટના બની છે.
સરદારનગર વિસ્તારમાં આવેલ જય ઝુલેલાલપાર્કમાં રહેતા અને નરોડામાં શુગર કેન્ડીની ફેકટરી ધરાવતા મનીષભાઇ તુલસીદાસ વાટવાણીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે.
ગઇ કાલે મોડી રાત્તે મનીષભાઇ તેમની પત્ની સાથે મકાનના પહેલા માળે તેમના રૂમમાં સૂઇ ગયા હતા અને તેમના માતાપિતા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રૂમમાં સૂતા હતા તે સમયે અજાણ્યા શખ્સો તેમના ઘરમાંથી ૬.૪પ લાખનું સોનું અને ૩૦ હજાર રૂપિયા રોક્ડ ચોરીની નાસી ગયા હતા.
વહેલી સવારે મનીષભાઇના પત્ની ઊઠીને નીચે આવ્યાં ત્યારે સાસુ-સસરાના રૂમની તિજારી વેરવિખેર જાઇ હતી. ચોરી થઇ હોવાની બૂમાબૂમ થઇ જતાં અડોશપાડોશના લોકો ભેગા થઇ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇને તપાસ શરૂ કરી હતી.
તસ્કરો બાથરૂમનો કાચ તોડીને મનીષભાઇના ઘરમાં ઘૂસ્યા હતા અને તેમના માતાપિતાના રૂમમાં જઇને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



