ભાઈબીજ ના ત્રીજા જ દિવસે પ્રેમ લગ્ન કરનાર બહેનનું ઢીમ ઢાળનાર ભાઈઓની ધરપકડ

0
15

ભરૂચ : તારીખ ૩૧/૧૦/૨૦૧૭ ના રોજ રાજપારડી – નેત્રંગ રોડ ઉપર સારસા ડુંગર પાસે પ્રેમ લગ્ન કરેલ બાબતે પતિ- પત્નિ ઉપર લોખંડની પાઇપો વડે હુમલો કરવામાં આવેલ હોય જેથી પત્નિનું મોત નિપજાવતા આ કામે ઇજા પામનાર પતિ હેમંતભાઇ નરપતભાઇ વસાવા રહે. હીંગોરીયા તા.ઝઘડીયા એ ફરીયાદ આપતા રાજપારડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં ફસ્ટ ૪૦/૨૦૧૯ ઇપીકો કલમ ૩૦૨,૩૦૭,૧૨૦(બી)તથા જીપી એકટકલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને આ ગુનાની તપાસ દરમ્યાન હકીકત જાણવા મળેક કે આ કામના આરોપીઓ (૧)મહેશભાઇ શુકલભાઇ વસાવા(૨) અતુલભાઇ શુકલભાઇ વસાવા બન્ને રહે ઉમલ્લા નાઓ આ કામે મરણ જનાર સરસ્વતીબેન હેમંતભાઇ વસાવાના સગા ભાઇઓ થતા હોય અને જેમની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી પુરતા પ્રયત્નો ના અંતે આજ રોજ બન્ને આરોપીઓ મળી આવતા અટક કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY