લખનઉ,તા.૧૩
યુપી પોલીસ યોગી આદિત્યનાથની સરકાર આવ્યા બાદ બદમાશોના એન્કાઉન્ટના મૂડમાં છે પણ ઉત્તરપ્રદેશના સંભલ વિસ્તારમાં ગુંડાઓને ઘેરી લીધા બાદ અજીબો ગરીબ ઘટના બની હતી.
પોલીસ ટુકડીના એક અધિકારીની પિસ્તોલ ખરા ટાણે જ કામ આવી ન હતી.તેમાંથી ગોળી નહી નીકળતા આખરે તેમણે મોઢામાંથી જ ગુંડાઓને ડરાવવા માટે ગોળીઓના અવાજ કાઢવાનુ શરુ કરી દીધુ હતુ.આ ઘટના શુક્રવારે રાતે બની હતી.
એન્કાઉન્ટરમાં એક ઈન્સ્પેક્ટર અને સિપાહી બદમાશોની ગોળીથી ઘાયલ થયા હતા.બીજી તરફ બેમાંથી એક બદમાશ ઘાયલ થયો હતો.જેને પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી હતી.
પોલીસ શુક્રવારે રાતે વાહનોનુ ચેકિંગ કરી રહી હતી ત્યારે કારમાં સવાર બે લોકોએ પોતાની કાર બેરિકેડ તોડીને ભગાવી હતી.એ પછી પોલીસે તેમનો પીછો કરીને ઘેરાબંધી કરતા આમને સામને ગોળીઓ ચાલી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




