રાણપુર એ.પી.એમ.સી.માં પાંચમેં કપાસની હરાજીનું મુર્હત કરાયુ

0
20

પહેલા દિવસે જ ખેડુતો કપાસ લઈ ઉમટી પડ્યા ૨૫૦૦ મણ કપાસની આવક થઈ જ્યારે કપાસનો ઉંચો ભાવ ૧૨૩૧ અને નીચો ભાવ ૭૫૧ બોલાયો હતો.

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર(માર્કેટીંગ યાર્ડ)ખાતે નવા વર્ષના પ્રારંભે આજરોજ પાંચમ ને દિવસે સવારે ૧૦ ક્લાકે કપાસની હરાજીનું મુર્હરત કરવામાં આવ્યુ હતુ આજે પહેલા જ દિવસે વહેલી સવારથીજ રાણપુર પંથકના ખેડુતો કપાસ લઈને ઉમટી પડ્યા હતા અને આશરે ૨૫૦૦ મણ કરતા પણ વધુ કપાસની આવક થઈ હતી.જ્યારે કપાસનો ઉંચો ભાવ ૧૨૩૧ તથા કપાસનો નીંચો ભાવ ૭૫૧ રૂપિયા બોલાયો હતો.નવા વર્ષના પ્રારંભે ખેડુતો ને મો મીંઠુ કરાવી હરાજી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કપાસ નો ૧૨૩૧ રૂપિયા ઉંચો ભાવ બોલાતા ખેડુતો માં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY