એડિલેડ,તા.૭
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમે એડિલેડ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બેટિંગ બાદ બોલિંગમાં પણ પોતાનો દબદબો દાખવ્યો છે. સ્પિનર રવિચન્દ્રન અશ્વિન અને પેસ બેટરી ઈશાન શર્મા તેમજ જસપ્રિત બુમરાહ સામે ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઈન અપ ધ્વસ્ત થઈ ગઈ હતી. ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતની પ્રથમ ઈનિંગ ૨૫૦ રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ઈનિંગ માટે બેટિંગમાં ઉતરી હતી. જા કે દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૧૯૧/૭ રહ્યો હતો અને ભારતે પોતાની લીડ જાળવવામાં સફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયન બેટિંગના ટોપ ઓર્ડરને અશ્વિન, ઈશાન અને બુમરાહની જાડીએ ધ્વસ્ત કરી દીધી હતી. દિવસના અંતે ટ્રાવિસ હેડ (૬૧) અને મિશેલ સ્ટાર્ક (૮) રન સાથે રમતમાં હતા.
રવિચન્દ્ર અશ્વિને પોતાની ઓફ સ્પિન બોલિંગનો જાદુ પાથરતા ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઈશાન શર્મા અને બુમરાહે બે-બે વિકેટ ઝડપી પોતાનું યોગદાન આપ્યું હતું.
ભારતે પ્રથમ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લેતા પ્રથમ ઈનિંગમાં પુજારાની (૧૨૩) સદીની મદદથી ૨૫૦ રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. જા કે ભારતીય બોલિંગ સામે ઓસ્ટ્રીલયન બેટ્સમેનો સતત દબાણમાં રહેતા એક પછી એક વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાંતે પોતાની પ્રથમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર એરોન ફિંચને ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો કર્યો હતો. આ ઉપરાંત શર્માએ પેઈનની (૫) વિકેટ ઝડપી હતી.
અશ્વિને હેરિસ (૨૬), ખ્વાજા (૨૮) અને માર્શને (૨) શિકાર બનાવ્યા હતા. જ્યારે બુમરાહે હેન્ડ્સકોમ્બ તેમજ કિયુંમિન્સની મહત્વની વિકેટ ઝડપી હતી. એડિલેડ ટેસ્ટનો પહેલો દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો. ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર્સે ભારતીય બેટ્સમેનોને સેટ થવા ન દીધા અને ટીમ ઈન્ડિયા પહેલા દિવસે ૯ વિકેટ પર માત્ર ૨૫૦ રન જ કરી શકી. ચેતેશ્વર પૂજારાએ ટીમ ઈન્ડિયાની લાજ રાખી. પૂજારાએ પોતાના કેરિયરની ૧૬મી સીદ ફટકારી. તેણે ૨૪૬ બોલમાં સાત ચોક્કા અને ૬ સિક્સરની મદદથી ૧૨૩ રનની ઈનિંગ રમી.
જસપ્રીત બુમરાહ જ્યારે ભારતમાં બોલિંગ કરે છે તો ત્યારે તેની સ્પીડ ૧૪૨-૧૪૩ કિમી પ્રતિ કલાકની આસપાસ રહે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા જતાં જ તેની સ્પીડ ઘણી વધી ગઈ છે. એડિલેટ ટેસ્ટમાં તેણે આમ તો સરેરાશ ૧૪૨kmphથી વધુની સ્પીડથી બોલિંગ કરી, પરંતુ આ દરમિયાન તેણે અનેકવાર ૧૪૫kmphથી ઉપરની સ્પીડે બોલ નાખ્યો.
આ દરમિયાન તેણે એક બોલ તો ૧૫૩.૨૫kmphની સ્પીડે નાખ્યો, જે આ મેચનો સૌથી ઝડપી બોલ છે. એડિલેડ ટેસ્ટમાં આટલી પેસ તો કોઈ ઓસ્ટ્રેલિયન બોલર પણ નથી મેળવી શક્્યો. બુમરાહે આ બોલ ૮મી ઓવરમાં માર્કસ હેરિસની વિરુદ્ધ ફેંકિયો. ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બુમરાહ પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





