પાળિયાદની વિશ્વ પ્રસિદ્ધ જગ્યા ‘વિહળધામ’ ના વર્તમાન ગાદીપતિ શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂજનીય નિર્મળાબા પોતાના સરળ,નિખાલસ સ્વભાવ તેમજ સેવા,સાદગી અને સ્નેહપૂર્ણ વ્યવહાર દ્વારા ભાવિક ભક્તોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે
બોટાદ જીલ્લાનુ પાળીયાદ ધામ તરીકે ઓળખાય છે અને ત્યાની કહેવત છે કે ઠાકર કરે ઈ ઠીક સૂત્રને જીવન મંત્ર બનાવીને પરમાત્મા તરફ અનન્ય શ્રદ્ધા, ઉનડબાપુના વારસાને નવી ઊંચાઈ બક્ષવાની તમન્ના અને સમાજના દીન-હીન પર સદાય હેત વરસાવતાં પૂ. નિર્મળાબાનો આજે જન્મદિવસ છે.સૌરાષ્ટ્ર વિસ્તારની પાંચાળ ભૂમિ ગણાતી પાળિયાદની વિશ્વ પ્રસિદ્ધ જગ્યા ‘વિહળધામ’ ના વર્તમાન ગાદીપતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂજનીયા નિર્મળાબા પોતાના સરળ, નિખાલસ સ્વભાવ તેમજ સેવા,સાદગી અને સ્નેહપૂર્ણ વ્યવહાર દ્વારા ભાવિક ભક્તોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે.સંત વિસામણબાપુની છઠી પેઢીના ગાદીવારસ ધર્મ-માર્તંડ, માનસ-વિશારદ પૂજ્ય ઉનડબાપુ ના બે સંતાન-પૂ.અમરાબાપુ અને પૂ.નિર્મળાબા. ૧૯૭૩માં ઉનડબાપુ સમાધિસ્થ થયા અને ધર્મ-સેવાલંકાર પૂજ્ય અમરાબાપુએ ધર્મ, સેવા અને ત્યાગના વારસાને દીપાવ્યો.
૨૦૦૦માં તેમનો દેહવિલય થતાં,પૂ. ઉનડબાપુના એક માત્ર સંતાન તરીકે પૂ. નિર્મળાબા એ જવબદારી સાંભળી . પૂજ્ય નિર્મળાબાએ પીરાણાની પાવન પીરાઇને જાળવી, વિકસાવી અને વિશેષ ઉજ્જવળતા બક્ષીને ઉનડબાપુના આધ્યાત્મિક વારસાને નવી ઊંચાઇએ પહોંચાડવાનો પુરુષાર્થ કર્યો છે.
પૂ. નિર્મળાબા ગાદીએ બિરાજ્યા પછી આ સ્થાનનો વિકાસ વધુ વેગવાન બન્યો.સમયની માંગ મુજબ વૈજ્ઞાનિક અભિગમ સાથે આધુનિક યુગને અનુરૂપ એવી આધ્યાત્મિક, ધાર્મિક, સેવાકીય અને સામાજિક- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વ્યાપ અને વેગ વધ્યો છે. પૂ. નિર્મળાબા એ ગાદી સાંભળ્યા પછી સંસ્થાની વિકાસયાત્રા માં તેમન પુત્રી ગાયત્રીબા તથા શ્રી ભયલુભાઈ (ભાણેજ જમાય) અને સમગ્ર વિહળપરીવાર ને સાથે લઈ ને આયોજનપૂર્વક કામ ચાલી રહયું છે..
વિહળધામ જગ્યાના સમગ્ર પરિસરનું રીનોવેશન થયું છે. ભક્તજનો માટે આવાસ વ્યવસ્થા અને અન્નપૂર્ણા ભવનની કાયાપલટ થઇ છે. ગૌશાળા વધુ આધુનિક અને સુવિધાપૂર્ણ બની છે. ગૌસેવા અને ગૌસંવર્ધન માટેનું પ્રશંસનીય કાર્ય થયું છે. ગૌશાળામાં ૬૫૦ ગીર ગાયો છે.૧૦૦૮ ની પદવી પ્રાપ્ત થયા પછી બાની ઈચ્છા ગૌશાળામાં ૧૦૦૮ ગૌમાતાની સેવા અને સંવર્ધન થાય તે માટેની છે.
કાઠીયાવાડની આગવી ઓળખ સમાન જાતવાન અશ્વો માટે અહીં અશ્વ-શાળા છે, જેમાં ૩૦ અશ્વો છે.તાજેતરમાં જ ભારતભરના ૩૦૦ અશ્વો વચ્ચે પાળિયાદની જગ્યાનો કાઠીયાવાડી અશ્વ ઉત્તમ ગણાયો છે.એ જ રીતે જગ્યામાં સારી જાતની જાફરાબાદી નસ્લની, લુપ્ત થતી જાતીની સો જેટલી ભેંસો સંવર્ધિત થઈ રહી છે.
‘દર્દી દેવો ભવ’ના સુત્રને સાર્થક કરતી આરોગ્ય સેવાના ક્ષેત્રે ૪૫ વર્ષથી જગ્યામાં સર્વ રોગ નિદાન- સારવાર કેમ્પ યોજાય છે.હવે દરેક મહિનાના ચોથા રવિવારે અહીં રોગ નિદાન, સારવાર અને નિ:શુલ્ક દવાની સેવા શરૂ થઇ છે.નેત્ર-યજ્ઞ માટે વીરનગર લાઈફ મિશનની ટીમ દ્વારા દર્દીઓને કેમ્પ દરમિયાન નેત્ર -ચિકિત્સા સેવાનો લાભ મળે છે .
આર્થિક જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ માટે ફી, પુસ્તકો તેમજ અન્ય જરૂરી સહાય જગ્યા દ્વારા અપાય છે.
પૂ. નિર્મળાબા દ્વારા, નિરાધાર એવી ૩૦૦ જેટલી વૃદ્ધ માતાઓને પ્રતિમાસ જરૂરિયાત મુજબનું રાશન અને ૫૦૦ થી ૧૫૦૦ રૂપિયાની રોકડ સહાય તેમના ઘરે પહોંચતી થાય છે. ગત વર્ષે જન્મ દિવસે આવી ૫૦૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
‘પર્યાવરણ-વિકાસ અને સ્વચ્છતા’ ના રાષ્ટ્રના વર્તમાન અભિયાનમાં જગ્યાનું મોટું યોગદાન છે.વૃક્ષ-ઉછેર અભિયાન અંતર્ગત બાની નિગરાનીમાં ૪૦૦૦ વૃક્ષોનો ઉછેર થઇ ચૂક્યો છે અને પૂ.બા શ્રી ના જન્મદિવસનિમિતે ગાયો ને લાપસી અને લીલો ચારો અને ૧૦૦૮ નવા વૃક્ષો વાવીને તેને ઉછેરવાનું આયોજન છે.
સૌરાષ્ટ્રના પ્રખ્યાત પીરાણા પાળીયાદની સુપ્રસિદ્ધ જગ્યા “વિહળધામ” ના મહંત પૂજનિયા નિર્મળાબાને પ્રયાગરાજ, કુંભ મેળા દરમિયાન નિર્મોહી અખાડા દ્વારા ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા.આ પાવન મંગલ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુની વિશેષ અને પ્રેરક ઉપસ્તિથિ રહી. નિર્મોહી અખાડાના આચાર્ય શ્રી રાજેન્દ્રદાસજી, ચારે અખાડાના આચાર્યો, ત્રણ અનીના મહંત શ્રીઓ, આચાર્યગણ, સચિવગણ, પદાધિકારીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવકગણ સમક્ષ આ ઉત્સવ સંપન્ન થયો.
આવી વિશ્વપ્રસિદ્ધ પાળીયાદની આ પવિત્ર જગ્યાના મહંત પૂજનીયા નિર્મળાબાની દેખરેખ નીચે જ્યારે વિકાસની નવી ક્ષિતિજો ખૂલતી જાય છે, ત્યારે તેમના જન્મદિવસની ઉજવણી માટેનો અનેરો ઉત્સાહ સેવક સમુદાયમાં જોવા મળી રહ્યો છે.
તસવીર:વિપુલ લુહાર,રાણપુર(બોટાદ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





