કેલિફોર્નિયામાં વાવાઝોડા બાદ વરસાદઃ ૧નું મોત,અનેક જગ્યાએ જમીન ઘસી પડી

0
9

કેલિફોર્નિયા,તા.૭
અમેરિકાના મલિબુ શહેરમાં ગુરૂવારે ત્રાટકેલાં ફાલ વાવાઝોડાં અને ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જમીન ધસી પડી હતી. સાઉથ કેલિફોર્નિયા સ્ટેટમાં ગત મહિને જંગલોમાં આગ લાગી હતી. જેના કારણે ટેકરીવાળા વિસ્તારોમાં ઠેરઠેર પૂરના કારણે ભરાઇ ગયા હતા અને ભૂસ્ખલન થયું હતું. પાનખર ઋતુમાં આવેલું આ બીજું વાવાઝોડું છે. પૂરના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. કેલિફોર્નિયામાં જંગલોની આગના અવશેષો પણ પૂરના પાણી સાથે શહેરોમાં ફરી વળ્યા હતા. જંગલોની આગના કારણે ટેકરીવાળા વિસ્તારોની જમીન વધુ પોચી બની ગઇ હોવાના કારણે ભૂસ્ખલન થયું હતું.
નોર્થ લોસ એન્જલસમાં આવેલા હોલિવૂડ બર્બેન્ક એરપોર્ટ પર ઓકલેન્ડથી આવેલું સાઉથવેસ્ટ એરલાઇન્સનું પ્લેન લેન્ડિંગ દરમિયાન રન-વે પર ફસાઇ ગયું હતું. આ પ્લેન જેવું લેન્ડ થયું તે રન-વે પર લપસી ગયું હતું અને કીચડમાં ફસાઇ ગયું હતું. આ ઘટનામાં કોઇ પણ પેસેન્જર્સ કે ક્રૂ મેમ્બર્સને ઇજા થઇ નહતી. લોસ એન્જલસ અને સાન જોક્વિન વેલીમાં ગુરૂવારે ભારે બરફ વર્ષા થઇ હતી. મેલિબુમાં ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે પૂર આવ્યું હતું.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટેશન અધિકારીઓએ હાઇવે પર ડ્રાઇવિંગ નહીં કરવાની ચેતવણી આપી છે. ગુરૂવારે લોસ એન્જલસમાં ૧૮૨ સેમી બરફવર્ષા થઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY