આગામી ૪ વર્ષમાં દવાઓ પર થતો ખર્ચ ૧૨ ટકા સુધી વધશે..!!

0
26

અમદાવાદ,તા.૨૬
ઈન્ડિયન ડ્રગ મેન્યુફેકચરિંગ એસોસિએશનનો ફાર્મેક ઈન્ડિયાની નવમી એડીશનનો પ્રારંભ થઈ ગયો છે. ત્રિદિવસીય આ કાર્યક્રમ લાઈવ ડેમો, એક્સલુઝિવ પ્રોડકટસ અને લેટેસ્ટ ફાર્માસ્યુટિકલ ટેકનોલોજીનો સમન્વય ધરાવતો ફાર્મા ઉદ્યોગના સહયોગીઓ માટે મહત્વનો સમારંભ છે, જેના ઉદઘાટનમાં ઉદ્યોગની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.
આ સમારંભમાં ભારતની ટોચની ૧૫ કંપનીઓ સાથે બાયર-સેલર મીટનું આયોજન કરાયુ છે, જેનો ઉદ્દેશ નાના અને મધ્યમ કદના એકમોને તેમની પ્રોડક્ટસ દર્શાવવા અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરીંગ માટેના દ્વાર ખોલવાનો છે. વધુમાં વૈશ્વિક ધોરણો અનુસાર નવી ફાર્મોકોવિજીલન્સ સિસ્ટમના સંદર્ભમાં આ એક્સપો કિલનિકલ રિસર્ચ ક્ષેત્રે બદલાતી સ્થિતિ અંગે પરામર્શ કરીને વિદેશી કંપનીઓને ભારતમાં કિલનીકલ રિસર્ચ હાથ ધરવા માટેના દ્વાર ખોલશે.
આ પ્રસંગે અમિત બક્ષીએ જણાવ્યું હતું કે “નાનું એકમ હોય કે મોટું, દરેકે સ્પર્ધામાં ટકી રહેવા માટે તફાવત ઉભો કરીને ટકી રહેવાનું રહેશે. એકમનું વિસ્તરણ માત્ર દેખાય તેવું નહીં કરીને બિઝનેસમાં ઈનોવેશન અને સોફ્ટ પાસામાં રોકાણ કરવાનું વલણ રાખવું જાઈએ.”
એફડીસીએના ડેપ્યુટી કમિશ્નર શ્રી વી.આર. શાહે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ફાર્મા ઉદ્યોગસાહસિકોને સંબંધ છે ત્યાં સુધી તે તમામ મુશ્કેલી અને વિપરીત પરિસ્થિતિઓ પાર કરીને સ્થાનિક અને વિદેશી બજારમાં સફળતાના શિખરો પાર કરતાં રહ્યા છે.સીડીએસસીઓ અમદાવાદના ડેપ્યુટી ડ્રગ કન્ટ્રોલર અરવિંદ કૂકરેટીએ જણાવ્યું હતું કે નિયમનની નવી માર્ગરેખાઓમાં ઉત્પાદનના સ્થળથી પ્રોડક્ટસ તરફ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. આ માર્ગરેખાઓમાં ફાર્માસ્યુટિકલ ક્વોલિટી સિસ્ટમ, ક્વોલિટી મિસમેનેજમેન્ટ, પ્રોડક્ટ ક્વોલિટી રિવ્યુ વગેરે જેવા મહત્વના પરિબળોનો સમાવેશ કરાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY