અમદાવાદ,તા.૨૬
ગુજરાતમાં યુવતીઓ અને બાળાઓ પર દુષ્કર્મની ઘટનાઓએ જાણે માઝા મૂકી હોય તેમ એક પછી એક દરરોજ દુષ્કર્મના સમાચાર સામે આવે છે. અમદાવાદમાં સગીરા પર આચર્યાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલા હરીનગરમાં પરપ્રાંતીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. સગીરાને મજૂરી કામ અપાવાના બ્હાને અમદાવાદમાં બોલાવામાં આવી હતી. ત્યારબાદ સગીરા પર કૌટુંબિક પરિવારજનોએ જ પોતાની હવસને સંતોષવા માટે ચાર શખ્સોએ ભેગા મળી દુષ્કર્મ આચર્યું.
વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી ચારેય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતના લિંબાયત, ગડોદરામાં દુષ્કર્મ, ઉત્તર ગુજરાતના ઢુઢવા ગામે દુષ્કર્મની ઘટનાઓ માનસપટ પરથી ભૂંસાઇ નથી ત્યાં હવે ફરી એકવખત દુષ્કર્મની ઘટના સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





