ન્યુ દિલ્હી,તા.૨૬
લોકસભા ચૂંટણી પહેલાં સરકાર અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ બાદ હવે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને પણ ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન આપવાની તૈયારી કરી રહી છે.
પેટ્રોલિયમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ઓબીસીને ઉજ્જવલા ગેસ યોજનાના દાયરામાં લાવવાની તૈયારીઓ લગભગ પૂરી થઈ ચૂકી છે. માત્ર સરકારના નિર્ણયની રાહ જાવાઈ રહી છે. કેન્દ્ર સરકારે ચાર મહિના પહેલાં વડાપ્રધાન ઉજ્જવલા ગેસ યોજનાનો દાયરો વધારતા લાભાર્થીઓની વધુ શ્રેણીઓ સામેલ કરી હતી. તેમાં એસસી-એસટી, વડાપ્રધાન આવાસ યોજના, વનવાસી અને અતિ પછાત વર્ગ (એમબીસી) પરિવારોને પણ લાવવામાં આવ્યા હતા. અતિ પછાત વર્ગ (એમબીસી) બિહાર અને તામિલનાડુ સહિત એક-બે રાજ્યોમાં જ છે. એટલા માટે ઓબીસીમાં ગરીબ પરિવારોને તેનો પૂરો લાભ મળી શકતો નથી. આવામાં સરકાર ઓબીસીને પણ ઉજ્જવલા ગેસ યોજનાના લાભાર્થીઓની યાદીમાં સામેલ કરવાની તૈયારી કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




