યુવકોને ખેતી તરફ આકર્ષિત કરવા માટે બ્યુટી કોન્ટેસ્ટ આયોજીત કરાશે

0
26

ગોવાના કૃષિમંત્રી વિજય સરદેસાઈનું અજીબો ગરીબ નિવેદન
પણજી,તા.૩
ગોવાના કૃષિમંત્રી વિજય સરદેસાઈએ યુવકોને ખેતી તરફ આકર્ષિત કરવા માટે એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. વિજય સરદેસાઈએ કહ્યું કે યુવકોને ખેતી કરાવવા માટે ધાન્યના ખેતરોમાં બ્યુટી કોન્ટેસ્ટ આયોજિત કરવામાં આવશે. વિજય વિધાનસભામાં આજે કૃષિવિભાગ માટે અનુદાનની માંગ પર જવાબ આપી રહ્યા હતા.
વિજય સરદેસાઈ એ કહ્યું કે કૃષિને આકર્ષક વ્યવસાય બનાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવો જાઈએ. એમણે કહ્યું કે આજની યુવા પેઢી ખેતી તરફ આકર્ષિત નથી હોતી. એમને લાગે છે કે આ વૃદ્ધ લોકોનો વ્યવસાય છે. કૃષિને અનુદાન આપવાની જરૂર છે.
મંત્રી વિજય સરદેસાઈએ કહ્યું કે જો આપ ચાહો તો ધાન્યના ખેતરોમાં બ્યુટી કોન્ટેસ્ટ આયોજીત કરી શકીએ છીએ. યુવકોને આવવા દો. આપ આવું કરી શકો છો. યુવા પેઢીને કૃષિ તરફ આકર્ષિત કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરવો જાઈએ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY