નરોડામાંથી ૧૪ વેપારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

0
7

અમદાવાદ,તા.૫
રાજ્યમાં અવાર મહેફિલ માણતા નબીરાઓ પકડાયા હોવાના અહેવાલ સામે આવે છે, ત્યારે હાલ નરોડામાંથી ૧૪ વેપારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પોલીસે ત્યાંથી ૬ દારૂની બોટલો અને ૭ વાહનો કબજે કર્યા છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા ૧૪ વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટનામાં એવું કહેવાઇ રહ્યું છે કે, તેઓ બર્થડે પાર્ટી મનાવવા માટે તેઓ સેન્ટ્રો હોટલમાં ગયા હતા, ત્યાં તેઓએ દારૂ પાર્ટી યોજી હતી.
પોલીસને બાતમી મળતા ત્યાં રેડ પાડી હતી, અને હોટલમાંથી પોલીસે દારૂની ૬ બોટલો, ૬ મોબાઈલ ફોન અને ૭ વાહનો સહિત રૂ. ૬.૯૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY