અમદાવાદ,તા.૩૧
સામાન્ય રીતે દર વર્ષે ઉત્તરાયણની આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેની સંલગ્ન સંસ્થાઓનાં બજેટ એક પછી એક રજૂ થાય છે, પરંતુ આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શોના કારણે વિલંબમાં મુકાયેલ આયોજન, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ તેમજ ભાજપના યુવા અને મહિલા મોરચાના વિવિધ કાર્યક્રમોના કારણે વિલંબમાં મુકાયાં છે, જાકે આગામી તા. ૨૦ ફેબ્રુઆરી પહેલાં આ તમામ બજેટને બજેટ બેઠકમાં મંજૂરી અપાવીને રાજ્ય સરકારને મોકલવાનાં હોય છે. દરમિયાન શાસક પક્ષ દ્વારા રૂ. ૮૦૦૦ કરોડનું સુધારિત બજેટ આગામી તા. ૭ ફેબ્રુઆરી આસપાસ રજૂ કરાય તેવી શકીયતા છે.
શાસક પક્ષ દ્વારા વી.એસ. હોસ્પિટલ અને એમ. જે. લાઈબ્રેરીનાં સુધારિત બજેટ જે તે સંસ્થાના બોર્ડમાં રજૂ કરાયાં હતાં. આના પહેલાં શાસકો એએમટીએસ અને સ્કૂલબોર્ડનાં સુધારિત બજેટ રજૂ કરી ચુકવ્યા છે. આમ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન ચારેય સંસ્થાઓનાં સુધારિત બજેટ રજૂ થયાં છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ગત તા. ૨૨ જાન્યુઆરીએ રૂ. ૭૫૦૯ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું, જેમાં શાસકો દ્વારા રૂ. ૪૫૦ કરોડનો વધારો કરીને આશરે રૂ. ૮૦૦૦ કરોડનું સુધારિત બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાશે, જેમાં નવા ફ્લાય ઓવરબ્રિજ સહિતના વિકાસલક્ષી પ્રોજેક્ટનો સમાવેશ કરાશે.
આગામી નાણાકીય વર્ષમાં તંત્રના રૂ. ૭૦૦ કરોડના બોન્ડના કારણે સત્તાધીશોને વિકાસલક્ષી પ્રોજેક્ટનું આયોજન કરવામાં સરળતા પડશે તેમ ચર્ચાઈ રહ્યું છે, જાકે અગાઉ રૂ. ૭૦ કરોડનો કોન્ઝવર્ન્સી ટેક્સનો ભાર નાગરિકો પર પડી ચુકવ્યો હોઈ નવા વેરાની શકીયતાને ફગાવતાં જાણકાર સૂત્રો વધુમાં ઉમેરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



