રિપોર્ટ મુજબ એસબીઆઇ પોતાના કી-સર્વરને સુરક્ષિત કરવાનુ ભૂલી ગયા
મુંબઇ,તા.૩૧
શું તમારૂ ખાતુ SBIમાં છે તો આ સમાચાર તમને જરૂરથી અસર કરશે. બુધવારે સામે આવેલા એક રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા પોતાના કી-સર્વરને સુરક્ષિત કરવાનું ભૂલી ગયા, જેના કારણે કેટલાક ખાતાઓની માહિતી સાર્વજનીક થઈ જવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સર્વરમાં બેન્ક ખાતાઓની માહિતી ,ખાતામાં પડી રેહલ રકમ જેવી ખુબજ સંવેદનશીલ જાણકારી આપવામાં આવી છે.
Techcrunchની એક રિપોર્ટ અનુસાર, તેને કોઈ રિસર્ચરે આની માહિતી આપી ત્યારબાદ આ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો. બેન્ક તરફથી સર્વર પર કોઈ પાસવર્ડ રાખવામાં આવ્યો ન હતો, આવામાં કોઈ પણ વ્યક્તિનો ખુબજ ખાનગી ડેટા એક્સેસ કરી શકાય છે.
જા કે હજુ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે સર્વર ક્યાં સુધી કોઈ પાસવર્ડ વગર ખુલ્લુ રહ્યું Techcrunch જ્યારે આ ગંભીર મામલે બેન્ક સાથે વાત કરી તો બેન્કે આ મામલે કંઈ પણ કહેવાનો નનૈયો ભણ્યો હતો.
રિપોર્ટ અનુસાર કોઈ પાસવર્ડ વગર SBI Quick હતુ જેનાથી બેન્ક તરફથી કોઈ પણ ખાતા ધારકને કોલ કે મેસેજ કરી શકતા હતા. બેન્કની આ વેબસાઈટ પર પણ આની માહિતી આપવામાં આવી છે. આ સિસ્ટમથી તમે તમારા ખાતાની તમામ જાણકારી તમારા ફોન પર મેળવી શકો છો.
રિપોર્ટમાં ખુલાસો થયો કે જે દરમિયાન આ સર્વર કોઈ પાસવર્ડ વીના જ ઓપન થઈ રહ્યું હતુ તમામ ખાતા ધારકોને ખુબજ સરળતાથી મેસેજ કરી શકાતા હતા. સોમવારે બેન્ક તરફથી લગભગ ૩૦ લાખ મેસેજ મોકલવામાં આવ્યો હતો. સર્વરથી તમે તમામ મેસેજ જોઈ શકો છો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



