અમદાવાદ,તા.૨૨
ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી છે, આ વાત હવે કાગળ પૂરતી રહી છે. એક અનુમાન પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે. સરકાર પણ આ મુદ્દાને કારણે ગંભીર બની છે અને પીવો કે દારૂ રાખવો ગુનાના પાત્ર હેઠળ લાવી દીધો છે. સરકારના આ નિયમનું ઉલ્લંઘન કરતા કોઇ પણ વ્યકિતને જેલ થઇ શકે છે.
પરંતુ હાલ ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે, આ પીટિશનમાં અરજીકર્તાએ નામદાર કોર્ટને પૂછ્યું છે કે, ઘરમાં બેસી દારૂ પીવો તે રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ ગણાય કે નહીં? પરંતુ અમે તમને જણાવી દઇએ કે, લાયસન્સ ધરાવતા લોકો દારૂ ઘરે પી શકે છે.
આ પીટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાએ પીટિશન દારૂબંધીના કાયદાને રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ પડકાર્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી આ પીઆઇએલ મામલે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ પાઠવી છે.
હાલ સમગ્ર અરજી મામલે ખુલાસો માગ્યો છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


