અકસ્માત સર્જી કાર ચાલક ફરાર
અમદાવાદ,તા.૨૦
અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર પકવાન ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર કારચાલકે ફૂટપાથ પર ઊંઘી રહેલા મજૂર પર કાર ચઢાવી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. એસજી ટુ ટ્રાફિક પોલીસે ગાડી નંબરના આધારે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
પકવાન ચાર રસ્તા પાસે શુક્રવારે રાત્રે ૧૨ વાગ્યે પકવાન બીટ પોલીસ ચોકી પાછળ જ અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલક કાર પાર્ક કરવા ગયો ત્યારે તેને સુતેલા એક વૃધ્ધ પર કાર ચઢાવી દીધી હતી. વૃદ્ધનાં છાતીનાં ભાગે કારનું પૈડું ફરી વળતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતમાં મૃત પામેલા વૃદ્ધનું નામ સુખલાલ દુબેલાલ પાવરી હોવાનું જણાયું છે. ૬૫થી ૭૦ વર્ષના સુખલાલ મૂળ રાજસ્થાનના હતા. તેઓ એકાદ મહિનાથી છુટક મજૂરી તથા રમકડાં વહેંચવાનું કામ કરતા હતાં. તેઓ તેમના પુત્ર અને પરિવાર સાથે રહેતા હતાં. પુત્ર જમવાનું લેવા ગયો હતો અને તેણે પરત આવીને જોયું તો ટોળું એકત્ર થયું હતું. અપંગ સુખલાલના છાતીના ભાગે પૈડું ફરી જતા ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મૃતક સુખલાલને ૧૦ વર્ષથી લકવાની બીમારી હતી અને વ્હીલ ચેર સાથે તેઓ અહીં સર્વિસ રોડ પર પાર્િંકગની જગ્યાએ રહેતા હતા. હાલ પોલીસે આરટીઓની મદદથી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



