સરકારી નોકરી મળતા જ યુવકે કર્યા બીજા લગ્ન, પત્ની-બાળકોને તરછોડયા

0
7

અમદાવાદ,તા.૧૪
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ અને સાસરિયા પક્ષ વિરૂદ્ધ અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી નેહલ રાઠોડના લગ્ન વર્ષ ૨૦૦૪માં થયા હતા અને બાદમાં વર્ષ ૨૦૧૦ સુધીમાં તેને બે બાળકોની માતા પણ બની હતી. આ સમય દરમિયાન સાસરી પક્ષમાંથી ઘણો ત્રાસ અને દુઃખ સહન કર્યા હોવાનું નેહલ રાઠોડનું કહેવું છે. સાસુ સસરા તથા દિયર અને દેરાણી તરફથી અને સાથે જ પોતાના જ પતિ કપિલ રાઠોડ તરફથી પણ શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની વાતનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કહેવાય છે ને કે, વ્યક્તિના નસીબમાં રૂપિયો આવી જાય એટલે વ્યક્તિના વાણી વર્તનમાં ફરેફાર જરૂરથી આવી જાય છે. પરંતુ અહીં તો વ્યક્તિ વ્યભિચારી થઇ જતો હોય તેવું પહેલી વખત સાંભળ્યું છે. જી હા, વાત એકદમ સત્ય છે. કપિલ રાઠોડને વર્ષ ૨૦૧૩માં એસબીઆઈ બેંકમાં ક્લાર્ક તરીકેની નોકરી મળતાની સાથે જ તેના પણ તેવર બદલાઇ ગયેલા જોવા મળ્યા હતા. સરકારી નોકરી મળતાની સાથે જ કપિલ રાઠોડ એ ભૂલી ગયો કે, તે પોતે બે બાળકોનો પિતા છે અને કોઇનો પતિ પણ છે. બેંકમાં નોકરી કરતી મહિલા સાથે અનૈતિક સંબંધો વિકસાવી દીધા અને તેનાથી પણ ઉપરવટ જઇને આ કપિલ રાઠોડે પોતે પરણિત હોવા છતાંય બીજા લગ્ન કરીને એક બાળકને પણ જન્મ આપી દીધો. હાલ તો પોલીસે માત્ર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તવું આશ્વાશન આપ્યું છે. ત્યારે આ મહિલાને ન્યાય ક્યારે મળે છે તે હવે જોવાનું રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY