અમદાવાદ,તા.૧૬
લાલદરવાજા જુમ્મા મસ્જીદ ખાતે પોલીસ ટ્રાફિકના નિયમનમાં ઊભી હતી. દરમિયાન બે શખ્સો હેલ્મેટ પહેર્યા વગર ત્યાંથી જતાં હતા. સ્વાભાવીક છે કે પોલીસે તેમને અટકાવ્યા અને મેમો બનાવવાનું શરૂ કર્યું. પોલીસે મેમો તૈયાર કરી મેમોમાં તેમની સહી કરાવવા માટે મેમો બુક તેમના હાથમાં આપી અને મેમો બુક જેવી તેમના હાથમાં આપવા ગયા ત્યાં જ મેમો બુક ઝૂંટવીને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા. જોકે પ્રથમ હાસ્યાસ્પદ લાગતી આ ઘટનામાં પોલીસ કર્મીનો જીવ અદ્ધર થઈ ગયો હતો. અન્ય એક પીએસઆઈએ બાઈક પર તેમનો પીછો કરતાં તેઓએ મેમોબુક રસ્તામાં જ ફેંકી દીધી હતી.
આવી જ ઘણી ઘટનાઓ ટ્રાફીક પોલીસ અને પબ્લીક વચ્ચે આજે સવારથી જ બની રહી છે. ઘણાને પોલીસ જ્યારે પુછે ટ્રાફિક નિયમ કેમ ન પાળ્યો તો વિવિધ બહાના આપી રહ્યા છે. ક્યાંક તકરાર થઈ હતી.
અમદાવાદમાં જ્યારે એક રોંગ સાઈડમાં મહિલા આવી રહી હતી ત્યારે તેને પોલીસે ૧૫૦૦ રૂપિયા દંડ ભરવાની વાત કરી તો મહિલાએ કહ્યું મારી જોડે તો ૨૦૦ રૂપિયા જ છે. ૧૫૦૦ તો હું ક્યાથી લાવું તેવો જવાબ આપ્યો હતો. વડોદરામાં પણ એક મહિલા પોલીસ સાયમા બલોચનું વાહન રોકવામાં આવ્યું હતું. તેમણે હેલમેટ પહેર્યું ન હતું. સાથે જ વાહન પર પોલીસ લખેલું હતું તેથી પોલીસે તેમને પણ ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત પોલીસને હોસ્પિટલ જાઉં છું, ભૂલી ગયો, હેલમેટ ચોરી થયું વગેરે જેવા ઘણા નિયમો તોડવાના કારણો લોકો પાસેથી જાણવા મળી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


