અમદાવાદમાં સીઝનનો ૩૧.૫૬ ઈંચ વરસાદ વરસ્યો

0
4

અમદાવાદ,તા.૨૭
ગઈકાલે રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે દોઢથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે સવારે ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયો હતો. જોકે, બપોરે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અત્યાર સુધી સીઝનનો ૩૧.૫૬ વરસાદ વરસ્યો છે જે સીઝનના ૩૦ ઈંચ સામે દોઢ ઈંચ વધારે વરસ્યો છે. શહેરભરમાં વાદળીયા વાતવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે.
ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ૧૪ કિલોમીટરની ઝડપે પવન અને વીજળીના પ્રચંડ કડાકા સાથે શહેરભરમાં વરસાદ તૂટી પડયો હતો. સરખેજમાં તો ૨૫ મિનિટમાં જ ૪ ઈંચ વરસાદ પડી ગયો. શહેરમાં ૧ કલાકમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ પડયો હતો. વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે વાસાણા ૫ દરવાજા ૩ ફૂટ ખોલાયા હતા.
એકાએક ખાબકેલા વરસાદથી અખબારનગર અને શાહીબાગ અંડરપાસ બંધ કરવા પડયા હતા. ૧૦૦થી વધુ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા અને ત્રણ સ્થળે વૃક્ષ તૂટી પડયા હતા. રાણીપ સહિત કેટલાક વિસ્તારમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ ઉડી ગયા હતા. આનંદનગર, જોધપુર, વેજલપુર, જીવરાજપાર્ક, હેલ્મેટ સર્કલ, નિકોલ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તાર તો પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા.
નવરાત્રીને આડે હવે માત્ર ૨ દિવસ બાકી છે ત્યારે પડેલા વરસાદને પગલે આયોજકોમાં પણ ચિંતા છે. રાણીપ સહિતના કેટલાક વિસ્તારોમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ ભારે પવનને કારણે ઉડી ગયા હતા. ૧ કલાક પછી અંડરપાસ ખોલી દેવામાં આવ્યાહતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY