અમરાઈવાડી બેઠકની ટિકિટ મેળવવા માટે ભાજપના ૧૫ નેતા મેદાનમાં ઉતર્યા

0
7

અમદાવાદ,તા.૨૭
રાજ્યની ૬ વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપના ટિકિટ ઇચ્છુક નેતાઓ હવે ભાજપના જાહેર કાર્યક્રમોમાં પ્રદેશ નેતાઓની આસપાસ ફરતા થયા છે. અમદાવાદ શહેર ભાજપના કાર્યકરોને અમરાઈવાડી વિધાનસભા બેઠક માટે શહેર ભાજપના જાહેર કાર્યક્રમમાં પ્રદેશ નેતાની આસપાસ ફરતા જોવા મળ્યા હતા.
અમદાવાદ શહેર ભાજપનો કાર્યક્રમ હોય કે પછી છ વિધાનસભાનો સ્થાનિક કાર્યક્રમ હોય, ટિકિટ મેળવવા માટે આ નેતાઓ પ્રદેશ નેતાની આસપાસ ફરી રહ્યા છે. અમરાઈવાડી બેઠકની ટિકિટ મેળવા માટે પણ ૧૫ જેટલા નેતાઓ મેદાને ઉતર્યાં છે. આ નેતાઓ પોતાનો બાયોડેટા મજબૂત કરવા અને ટિકિટ કન્ફર્મ કરવા શહેર ભાજપના જાહેર કાર્યક્રમોમાં પણ ટિકિટ માટે લોબિંગ કરતા જોવા મળ્યા હતા.
શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પરના ફોટો પ્રદર્શનનું ઉદ્ધાટન હતું ત્યારે ટિકિટ ઇચ્છુક નેતાઓને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાની આસપાસ ફરતા જોવામાં આવ્યા હતા.
અમરાઇવાડી બેઠકની પેટા ચૂંટણી માટે મુરતિયાઓનો રાફડો ફાટયો હોય તેમ પ્રદેશ પાર્લામેન્ટ્રીમાં અંદાજે ૨૭થી વધુ નેતાઓએ પોતાનો બાયોડેટા મોકલ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૭ બાયોડેટામાંથી ૧૫ બાયોડેટાની પાર્લામેન્ટ્રી બોર્ડમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાંથી અમુક નેતાઓ પોતાની ટિકિટ પાકી કરવા માટે મહેનત કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY