અમદાવાદના સૌથી મોટા ઓવરબ્રિજનું ૨૬મીએ અમિત શાહ લોકાર્પણ કરશે

0
6

અમદાવાદ,તા.૨૨
અમદાવાદીઓ જેની ઘણાં સમયથી રાહ જોઇ રહ્યાં છે તેવા પાલડી-વાસણા વચ્ચેનાં અંજલી ફ્લાય ઓવરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં હાથે લોકાર્પણ થવાનું છે. ૨૬મી તારીખે એટલે શનિવારે ગૃહમંત્રી અને ગાંધીનગરનાં સંસદીય મતક્ષેત્રનાં સાંસદ અમિત શાહ શહેરનાં સૌથી લાંબા એટલે કે સવા કિ.મી.નાં બ્રિજનું લોકાર્પણ કરશે.
રુપિયા ૯૯ કરોડનાં ખર્ચે બંધાયેલા અંજલી ફ્લાય ઓવર અમદાવાદ શહેરનાં ચાર જેટલા મુખ્ય જંકશનોને આવરી લેશે. જેમાં જવાહરનગર ભઠ્ઠા, અંજલી ચાર રસ્તા, ફ્તેહનગર અને પંચરત્ન સર્કલનો સમાવેશ થશે.
જો તમારે સાણંદ- સરખેજથી વાસણા- પાલડી અને આશ્રમરોડ પર જવાનું વધારે થતું હોય તો તમને ચોક્કસથી રાહત થશે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાનાં વિવિધ તાલુકાનાં ગામોમાંથી અમદાવાદ વાહનમાર્ગે આવનારા લોકોને મોટી રાહત મળશે. એસ.ટી. બસ અને મ્યુનિ. બસ સહિત તમામ વાહન વ્યવહાર માટે પણ સરળતા ઊભી થશે અને ચક્કાજામની સ્થિતિ હળવી બનશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ૨૬મીને શનિવારે અંજલી ફ્લાય ઓવર ઉપરાંત મ્યુનિ.ના ટેનિસકોટ, મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવાસો, વોર્ડ ઓફિસ સહિતના લોકાર્પણ ઉપરાંત મ્યુનિ.ના કેટલાક નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY