જીટીયુમાં દવાઓ અને ફૂડ ટેસ્ટીંગ માટે હાઇટેક પબ્લિક લેબોરેટરી સ્થપાશે

0
5

અમદાવાદ,તા.૬
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં દવાઓ અને ફૂડ માટે પબ્લિક ટેસ્ટીંગ લેબ તથા હાઈ એન્ડ કૉમ્પ્યુટીંગ લેબોરેટરી સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જી.ટી.યુના બોર્ડ ઑફ ગવર્નન્સની બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ વિશે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
ફૂડ અને ડ્રગ ટેસ્ટીંગ પબ્લિક લેબ જીટીયુ સ્કૂલ ઑફ ફાર્મસી અંતર્ગત કાર્યરત થશે. બીજી બાજુ કૉમ્પ્યુટીંગ લેબ જીટીયુ સ્કૂલ ઑફ એન્જીનિયરીંગ હેઠળ કાર્યાન્વિત થશે. આ બંને લેબનો લાભ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સંશોધનકારો ઉપરાંત ઉદ્યોગજગત અને જાહેર જનતાને પણ પ્રાપ્ત થશે.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલી બેઠકમાં એવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે ખેલકૂદ વિભાગના ડાયરેક્ટર તેમજ ઇન્ટરનેશનલ રિલેશન્સ વિભાગના ડાયરેક્ટરની જગ્યાઓનું નિર્માણ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. તે ઉપરાંત વિવિધ કોર્સ માટે સાત આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂક ની મંજૂરી પણ આપવામાં આવી હતી. જીટીયુના પ્લાનિંગ અને મોનીટરીંગ બોર્ડમાં જીટીયુના બે પ્રોફેસરો ડોક્ટર પંકજરાય પટેલ અને ડોક્ટર સંજય કુમાર ચૌહાણની નિમણૂકને પણ મંજૂરી આપવામાં આવી હતી. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓને પણ લીલીઝંડી આપવામાં આવી હતી.
આ ઉપરાંત જીટીયુના નવમા પદવીદાન સમારોહમાં ડિગ્રી કોર્સના ૪૪,૫૨૭ વિદ્યાર્થીઓને તથા ડિપ્લોમા કોર્સના ૧૬,૪૬૪ વિદ્યાર્થીઓ સહિત કુલ ૬૦,૯૯૧ પદવી એનાયત કરવાની મંજૂરી પણ આજની ગવર્નન્સની બેઠકમાં આપવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY