અમદાવાદ,તા.૨૪
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટે હરિજન આશ્રમમાં રહેતા ૨૦૦ પરિવારને સાબરમતી આશ્રમને ડેવલપ કરવા ખાલી કરવા પત્ર લખ્યો છે.૧૯૧૭થી વસવાટ કરતા પરિવારોને પોતાના ઘર ખાલી કરવા લેટર આપવામાં આવ્યો છે.ભાજપની સીએએના સમર્થન રેલી પહેલા હરિજન આશ્રમના રહીશો દ્વારા આશ્રમ બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખ્યુ છે કે, “નૈતિક મુલ્યોનું જતન કરો, આશ્રમવાસી પરિવારો રાજીનામા માંગે છે”.
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, ‘ઘણા કુટુંબો સંસ્થાઓની વિવિધ પ્રવૃતિઓના કાર્યકરો તરીકે પણ અહી રહેવા આવ્યા છે. સૌએ આશ્રમના નિયમ-મર્યાદાઓ સાથે ભાડુઆત તરીકે વસવાટ કરવાનો હોય છે. મીડિયામાં આશ્રમમાં રહેણાંકીય પરિવારોને સંભવિત નવરચનામાં અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવાનું ચર્ચાઇ રહ્યું છે. જેને કારણે પરિવારો ચિતિંત છે. બેચેન છે અને ગેરસમજો ફેલાઇ રહી છે.’
આ બાબતે આશ્રમના નિવાસી ભાડુઆત પરિવારોનું હિત જળવાય, તેમની સાથે સ્પષ્ટ સંવાદ થાય. સૌને જરૂરી માહિતી આપવામાં આવે. વિકલ્પોની ચર્ચા ખુલ્લા મને થાય અને જો તેવાને અનુકૂળ હોય તો જ ઉત્તમ સુવિધાઓ સાથે યોગ્ય સ્થાને તેમની સાથે થયેલ ચર્ચા. સંમતિ મુજબ નિયમાનુસાર સ્થળાંતરિત કરવામાં આવે તેવી ટ્રસ્ટે યોગ્ય સ્તરે વિનંતી સાથે સ્પષ્ટ રજૂઆત પણ કરેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


