અમદાવાદ,તા.૨૮
કોંગ્રેસે પોતાના ૧૩૫માં સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે ખાસ આયોજન કર્યું છે. જેમાં હાલના નાગરિક્તા કાયદા અને ગ્દઇઝ્રના વિરોધમાં સમગ્ર દેશના તમામ રાજ્યોમાં કોંગ્રેસ દ્વારા “સંવિધાન બચાવો” કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ગુજરાતના અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતેથી કોંગ્રેસ દ્વારા ‘સંવિધાન બચાવો કૂચ’નો આરંભ થયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નાગરિક્તા સંશોધન કાયદા અને ગ્દઇઝ્રના વિરૂદ્ધ ગુજરાત કોંગ્રેસે અમદાવાદના ગાંધી આશ્રમથી નારણપુરા સુધી ‘સંવિધાન બચાવો’ કૂચનો આરંભ કર્યો હતો. આ કૂચમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા હતા. આ કૂચ “સંવિધાન બચાવો, દેશ બચાવો”ના સુત્રોચાર સાથે નારણપુરા તરફ આગળ વધી હતી.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આ તબક્કે કહ્યુ હતું કે ૨૦૧૪ની ભાજપ સરકારમાં દેશ પાછળ ધકેલાઈ રહ્યો છે. પાક વીમા થકી ખેડૂતો પાસેથી કરોડો લીધા પણ વળતર આપવામાં આવતું નથી. મંદી, બેરોજગારી, ખેડૂત મુદ્દે દૂર દૂર સુધી કોઈ હલ નહિ. તીડ અતિક્રમણ અંગે પણ રાજીવ સાતવે સરકાર પર પ્રહાર કર્યા હતા. ભાજપના નેતાઓ તીડ મામલે પાકિસ્તાન અને રાજસ્થાન પર ઢોળી રહ્યા છે. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કર્યા. મહારાષ્ટ્રમાં બે લાખ સુધીના ખેડૂતોના દેવા માફ કર્યા છે.
૨૦૨૦ની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓની તૈયારીઓમાં લાગ્યા છીએ. જેને લઇને ૨૦૨૨ની ચુંટણીમાં જઇશું. મહરાષ્ટ્રમાં ભાજપના કાર્યકર અને નેતા બેકાર છે. તેમને કામની જરૂર છે તે કામે લાગ્યા છે. દિલ્હીમાં સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં સાતવે કહ્યુ કે અમે દિલ્હીમાં ૧૫ વર્ષથી સત્તામાં હતા. દિલ્હીનું ઇન્ફાસ્ટક્ટર અમે તૈયારી કર્યું ગત ચુંટણીમાં અમારૂ પ્રદર્શન સારૂ ન હતું. આ વર્ષે અમારી સરકાર બનશે, અમારો ધ્યેય દિલ્હીની પ્રજાને સારૂ શાસન આપવાનું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


