સુપર લક્ઝુરિયસ તેજસ ટ્રેન આજથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે

0
34

અમદાવાદ,તા.૧૬
આજથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ખાનગી કંપની સંચાલિત તેજસ ટ્રેન દોડશે. અમદાવાદમાં કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેજસ ટ્રેનને લીલીઝંડી આપશે. ભાજપના સાંસદો, કોર્પોરેટરો અને મેયર સહિતના આગેવાનો હાજર રહેશે. સમગ્ર દેશમાં ખાનગી કંપની સંચાલિત આ બીજી કોર્પોરેટ ટ્રેન દોડશે. જો ટ્રેન મોડી પડશે તો મુસાફરોને રેલવે વળતર પણ આપશે. ખાનગી ટ્રેનના ભાડામાં કોઈ છૂટ નહીં મળે, પરંતુ એક કલાક વિલંબ થયો તો રૂપિયા પરત મળશે. અમદાવાદ મુંબઈ રૂટ પહેલા રેલવે મંત્રાલયે લખનઉ-દિલ્હી રૂટ પર તેજસ ટ્રેન દોડી રહી છે. આઈઆરસીટીસીને તેજસ એક્સપ્રેસ ચલાવવા માટે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ ટ્રેન માટે બધી જ સર્વિસ આઉટસોર્સીંગ કરવામાં આવશે.
તેજસ ટ્રેનના શુભારંભને લઈને અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્લેટફોર્મ નંબર-૧થી આ તેજસ ટ્રેન ઉપડવાની છે. રેલ મંત્રી પિયૂષ ગોયલ અને સીએમ રૂપાણી આવતીકાલે ટ્રેનને લીલીઝંડી આપશે. આમ, હવે મુસાફરોને અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલનારી કોર્પોરેટ ટ્રેનનો ફાયદો મળશે. ટ્રેનમાં મુસાફરોની સેવામાં ટ્રેન હોસ્ટેસ પણ રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY