દેશની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ને સીએમએ આપી લીલીઝંડી, રેલવે મંત્રી ગેરહાજર

0
24

સપ્તાહમાં ૬ દિવસ દોડશે, અમદાવાદથી મુંબઇ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડુ રૂ. ૨૩૮૪
ટ્રેનની હોસ્ટેસ ગુજરાતી લુકમાં નજરે પડશે, ગુજરાતી અને મરાઠી ભાણું મળશે
અમદાવાદ,તા.૧૭
અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની બીજી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને સીએમ રૂપાણીએ લીલીઝંડી આપી હતી. તેજસ ટ્રેન સપ્તાહમાં ૬ દિવસ દોડશે. અમદાવાદથી સવારે ૬.૪૦ વાગે ટ્રેન ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ૧.૧૦ વાગે પહોંચશે. અને મુંબઈથી ૩.૪૦ વાગે ટ્રેન પરત અમદાવાદ આવવા નીકળશે. જે રાત્રે ૯.૫૫ વાગે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચશે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે પ્રધાન હાજર રહેવાના હતા. જો કે, તેઓ હાજર ન રહેતા સીએમ રૂપાણીએ તેજસને લીલીઝંડી આપી હતી.
૧૯ જાન્યુઆરીથી નિયમિત રીતે તેના નિર્ધારીત ટાઈમટેબલ મુજબ અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ દોડશે. તેજસ અમદાવાદના પ્લેટફોર્મ નંબર એક પરથી રવાના કરવામાં આવી હતી.૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજસ ટ્રેન દોડશે અને ૬.૩૦ કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોચાડશે. તેજસ એક્સપ્રેસની બેઠક ક્ષમતા ૭૩૬ પેસેન્જરની છે. આ ટ્રેન અઠવાડિયામાં ૬ દિવસ ચાલશે. જ્યારે ગુરુવારે મેઈન્ટેન્સ માટે તેને બંધ રાખવામાં આવશે. સામાન્ય જનતા ૧૯ જાન્યુઆરીથી મુસાફરી કરી શકશે.
તેજસ એક્સપ્રેસના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. રૂપાણીએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં રેલ્વેનો વિકાસ થઇ રહ્યો છે. ભારતીય રેલ્વેના વિકાસ માટે તેમણે આયોજન કર્યુ છે. લોકોને સુવિધા આપવી અમારી પ્રાથમિકતા છે. રેલ્વે સ્ટેશનો પર વાઇફાઇની સુવિધા પણ અપાશે. સાથે જ રૂપાણીએ કહ્યું કે ગાંધીનગર રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવાશે. રેલ્વેના પ્રયાસથી અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પણ શરૂ કરવામાં આવશે.’
તેજસ ટ્રેન માટે ૬૦ દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. પેસેન્જર માટે ૨૫ લાખનો અકસ્માત વીમો અને લગેજનો રૂ.૧ લાખનો વીમો છે. ટ્રેનની હોસ્ટેસનો લુક ગુજરાતી રાખવામાં આવ્યો છે. આ ટ્રેનમાં હોસ્ટેસ કૂર્તા અને પાયજામા સાથે માથે કચ્છી વર્કની ટોપી સાથે નજરે પડશે. આ ટ્રેનમાં જે ભોજન પીરસવામાં આવશે તેનો ટેસ્ટ ગુજરાતી અને મરાઠી હશે. આ ટ્રેનમાં સામાન્ય પ્રવાસીઓ ફ્લાઈટમાં મળતી સુવિધાનો અનુભવ કરી શકશે. આ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, સિટ પર એલસીડી સ્ક્રિન, સીસીટીવી, દરેક કોચમાં ચા-ફોફી માટે વેન્ડિંગ મશીન અને મનપસંદ ભોજન પણ મળશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY