અમદાવાદ,તા.૧૯
અમદાવાદ શહેરમાં આવેલ ઈસનપુર પાસે આજરોજ વહેલી સવારે ત્રણ વાહનોના સાગમટે અક્સ્માત સર્જાયુ હતું. આ અક્સ્માતમાં એક વાહનમાં દૂધ ભરેલ હોવાથી રસ્તા પર દૂધની નદી વહેવા લાગી હતી.
અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન અક્સ્માતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે શહેરના ઈસનપુર ખાતે એક સાથે ત્રણ વાહનો એક બીજાને ધડાકાભેર અથડાતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અક્સ્માતમાં એક વાહન ૪૦૭ આઈસર જે દૂધથી ભરેલ હતી, અક્સ્માતને લઈ રસ્તા પર દૂધની નદી વહેવા લાગી હતી.
આ અક્સ્માતમાં ત્રણે વાહનોના ચાલકને ભારે ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


