લોકસભા ચૂંટણી અંતર્ગત અમદાવાદ જિલ્લાની બેઠકો માટે નિમાયેલ ચૂંટણી નિરીક્ષકોએ કલેક્ટર કચેરી સ્થિત મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત લઇ જાણકારી મેળવી હતી.
અમદાવાદ જિલ્લાની બેઠકોના નિરીક્ષક તરીકે આવેલ શૈલેન્દ્ર હાંડા, સમીર ટેકરીવાલા, નિરજકુમાર તથા મુરલી મોહને મીડિયા મોનિટરીંગની વ્યવસ્થાની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ મીડિયા મોનિટરીંગ માટે વર્તમાનપત્રમાં ઉમેદવારોના પેઇડ ન્યુઝ, ન્યુઝ ચેનલોમાં આવતા સમાચારો તથા સોશિયલ મીડિયામાં આવતા સમાચારોમાં પેઇડ ન્યુઝની ચોક્સાઇપૂર્વક ઓળખી લેવા ઉભી કરેલ વ્યવસ્થાની માહિતી પૂરી પાડી હતી.
નિરીક્ષકોએ ન્યુઝ ચેનલો તથા સોશિયલ મીડિયાનું મોનિટરીંગ કરતા કર્મચારીઓને તેઓ કેવી રીતે કામગીરી કરે છે અને પેઇડ ન્યુઝની કેવી રીતે જાણકારી મેળવે છે તેની પણ પૃચ્છા કરી હતી.
કલેક્ટર કચેરી ખાતેના મીડિયા મોનિટરીંગ સેલ ૨૪ કલાક કામગીરી કરી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


