૭૫ ટકા મકાન માલિક સહમત થાય તો ૨૫ વર્ષ જૂની સોસાયટીને રિડેવલપ કરી શકાશે

0
5

અમદાવાદ,તા.૩૦
ખાનગી સોસાયટીના રિડેવલપમેન્ટ બિલને રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મંજૂરી આપી દીધી છે. સરકારે વર્ષો જૂની ઇમારતોના રિડેવલપમેન્ટ માટે પ્રક્રિયા સરળ બનાવવાની નીતિ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ઓનરશીપ ફલેટ એકટ ૧૯૭૩માં સુધારો કરવામાં આવ્યો છે. હવે ૭૫ ટકા મકાન માલિક સહમત થાય તો હવે સોસાયટીને રિડેવલપ કરી શકાશે. જાકે હાઉસિંગ કોલોની રિડેવલપ કરવા માટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી ઇમારત જર્જરીત અને જાખમી હોવાનું પ્રમાણપત્ર મેળવવું પડશે.
રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ જમીન માલિકોના કુલ ૭પ ટકા માલિકોની સ્‌ંમતિ ફરજિયાત રહેશે. પઝેશનની તારીખથી ૨૫ વર્ષનો સમયગાળો પૂરો થયો હોય તેવાં હાઉસિંગ બોર્ડનાં મકાનો હવે રીડેવલપ કરી શકાશે. વિધાનસભાગૃહમાં આ બિલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY