સાવધાન…!! દારૂ પીને કે બેફામ ડ્રાઈવિંગ કર્યું તો લાઈસન્સ રદ્દ કરાશે

0
22

અમદાવાદ,તા.૨૭
ગુજરાતીઓ હવે ટ્રાફિક નિયમોને લઈ સચેત થઈ જજો. કેમ કે, પોલીસ ટ્રાફિક નિયમનો ભંગ કરનાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાના મૂડમાં છે. ગુજરાત ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ૧૧ દિવસમાં ૬૦ લોકોનાં લાઈસન્સ કેન્સલ કરી દીધા હતા. જેમાંથી ૪૩ લાઈસન્સ એવાં ડ્રાઈવરોનાં હતાં, કે જે ગંભીર અકસ્માતો માટે જવાબદાર હતા. સેફ્ટી નિયમોનો ભંગ કરવા અને લોકોનાં જીવ જોખમમાં મુકવા બદલ આ ડ્રાઈવરોના લાઈસન્સ કેન્સલ કરવામાં આવ્યા હતા.
જ્યારે દારૂ પીને ગાડીઓ ચલાવતાં લોકો માટે પણ ખરાબ સમાચાર છે. દારૂ પીને ગાડીઓ ચલાવતાં ૬ લોકોનાં લાઈસન્સ પણ કેન્સલ કરવામાં આવ્યા છે. મહેસાણામાં તો ફોન પર વાત કરતાં બાઈક ચલાવતાં વ્યક્તિનું લાઈસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યું હતું.
ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ ટ્રાન્સપોર્ટ વિભાગ હવે ટ્રાફિક નિયમોનાં ભંગને ચલાવી લેશે નહીં. અને જો નિયમ ભંગ કરતાં પકડાશો તો, તરત જ પોતાનું લાઈસન્સ ગુમાવવા તૈયાર રહેજો. પોલીસ ડિપાર્ટમેન્ટની જાણકારી બાદ આરટીઓ નિયમ ભંગ કરનારને સાંભળશે, અને તે બાદ આરટીઓ નિર્ણય કરશે કે, જે-તે વ્યક્તિનું લાઈસન્સ રદ કરવું કે કેમ. અમદાવાદ આરટીઓએ જણાવ્યું કે, ઈ ચલણને કારણે નિયમિત નિયમોનો ભંગ કરતાં લોકોને ઓળખી શકવા સરળ પડે છે. અને તે બાદ અમે તંત્રને તેમનું લાઈસન્સ રદ કરવા માટે ભલામણ કરીએ છીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY