આહવા ખાતે લોક અદાલત દરમિયાન ૧૩૩ કેસોનો સુખદ નિકાલ થયો.

0
82

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આહવાના એડીશનલ સેશન્સ જજશ્રી અમીતકુમાર કાનાણીના અધ્યક્ષસ્થાને તા. ૮મી સપ્ટેમ્બરના  રોજ આહવા જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ ગઇ.

આ લોક અદાલતમાં એમ.એ.સી.પી., કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, જમીન સંપાદનના કેસો, મજૂરો સાથેના તકરારના કેસો, દિવાની જેવાં કે ભાડાના, બેન્કના વિગેરે કેસો, વિજળી તથા પાણીના કેસો તેમજ હજુ સુધી અદાલતમાં દાખલ થયા ન હોય તેવા બેન્કોના પ્રિ.લિટીગેશનના કેસો સમાધાન માટે રાખવામાં આવ્યા હતા જેમાંથી કુલ-૧૩૩ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ લોક અદાલતને સફળ બનાવવા આહવાના એડીશનલ સેશન્સ જજશ્રી અમીતકુમાર કાનાણી, સિવિલ જજશ્રી બંધન નાગી સહિત ન્યાયાલયના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY