ભારત દેશમાં કેનેડા અને બ્રાઝિલ દેશની જેમ દ્વિસ્તરીય ટેક્ષ પધ્ધતિને અમલી બનાવી અસરકારકતા ઉભી કરવાના ઉદ્ેશ્ય સાથે આજરોજ ભારત સરકારના સેલટેક્ષ અને ઈન્કમ ટેક્ષ વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ( કલેકટર કચેરી- સભાખંડ) ખાતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કરચોરી અટકાવવાના શુભ આશય સાથે આ સેમીનારનો હેતુ સમજાવતા નાયબ કમિશ્નર સુશ્રી સુષ્મા વ્હોરાએ ડાંગ જિલ્લાના તમામ વિભાગોના વડાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે માલ અને સેવા ઉપર જીએસટી અમલમાં આવી ગયો છે. દરેક કચેરીઓમાં આઉટસોર્સથી લેવમાં આવતી સેવાઓ સહિત વાર્ષિક રૂા.૨.૫ લાખથી વધુ ના પેમેન્ટ કરવા અંગે તમામ કચેરીઓના વડાઓએ TDIN નંબર મેળવવાનો રહેશે. તા.૧/૧૦/૨૦૧૮ બાદ ટીડીએસ નહીં કાપ્યો હશે તો પેમેન્ટ કરનાર અધિકારીને દરરોજ રૂા.૨૦ લેખે અથવા રૂા.૧૦,૦૦૦ સુધીની પેનલ્ટી થઇ શકે છે. જેથી કોઇપણ પ્રકારના ટીડીએસ કાપ્યા બાદ બીજા મહિને ૧૦ તારીખ સુધીમાં ઓન લાઈન ચલણ ભરીને એન્ટ્રી કરવાની રહેશે.
આસીસ્ટન્ટ કમિશ્નરશ્રી હિંડોચાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર ભારત દેશમાં તા.૧/૭/૧૭ થી GST સો ટકા અમલી કરવામાં આવ્યો છે. સરકારી વેરાની જવાબદારી ડીડીઓ એટલે કે પેમેન્ટ કરનાર અધિકારીની છે. આમ ઓનલાઈન વેબસાઈટ ઉપર અધિકારી/કચેરીના TDIN નંબર રજીસ્ટ્રેશન કરી મેળવી લેવાના રહેશે.
આજરોજ યોજાયેલા ટેક્ષ અંગેના સેમીનારમાં ઈન્કમ ટેક્ષના અધિકારીશ્રી દ્વારા કર્મચારીઓના પગારની આવક ઉપર ઈન્કમ ટેક્ષ કપાત અંગે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જીલ્લાના તમામ વિભાગ/કચેરીના વડાઓ,આસીસ્ટન્ટ કમિશ્નર શ્રીમતી રેખાબેન પટેલ,ડી.એન.પટેલ,ગામીત, ટ્રેઝરી ઓફિસરશ્રી એન.એમ.ગામીત,હિસાબી અધિકારીશ્રી આર.બી.ચૌધરી સહિત તમામ અધિકારી,કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


