((ડાંગમાહિતી બ્યુરો)ઃ આહવા તા.૧૯ જુલાઇઃ- આજરોજ નર્સિંગ કોલેજ, આહવા ખાતે કાર્ડિયો પોલ્મોનરી રીશકિશટેશનની એકદિવસીય તાલીમ જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે જણાવ્યું હતું કે, રાજય સરકાર આરોગ્ય સેવાઓ અંગે ખુબ જ જાગૃત છે. લોકોને આરોગ્ય વિષયક સેવાઓ ઝડપી અને સસ્તી મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આરોગ્ય સેવાઓના અભાવે કોઇ મેડીકલ ઇમરજન્સીમાં મુશ્કેલી ઉભી ન થાય તે માટે આ તાલીમ ખુબ જ ઉપયોગી સાબિત થશે.
આ તાલીમમાં ૧૦૮ના કર્મયોગી શ્રી સંજયભાઇ પીપળીયાએ મેડીકલ ઇમરજન્સી સમયે કયા કયા પગલાં લેવા અને કેવા કેવા પગલાં ન લેવા જોઇએ તે વિશે તેમણે સવિસ્તાર માર્ગદર્શન શોર્ટ વિડીયો પ્રદર્શિત કરીને સમજાવ્યું હતું. તેમજ પ્રાથમિક સારવાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
તાલીમ દરમિયાન બેભાન વ્યકિતની સારવાર, શ્વાસના દર્દીની સારવાર, ખેંચ કે તાણની સારવાર, પેરાલીસીસ/લકવાના દર્દીની સારવાર, છાતીના દુખાવાની સારવાર, મધમાખીના ડંખની સારવાર, એલર્જીની સારવાર, સર્પદંશ/વિછી દંશની સારવાર, લુ લાગે તો તેની સારવાર, ટ્રોમા ઇમરજન્સી દરમિયાન કેવી રીતે અને કેમ પ્રાથમિક સારવાર કરવી જોઇએ તે વિશે તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.ડી.પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


