બે ગમખ્વાર અકસ્માતમાં ૧૨થી વધારે લોકોના મોત

0
34

અમદાવાદ,તા.૨૩
ગુજરાતના જુદા જુદા ભાગોમાં બે મોટા ગમખ્વાર માર્ગ અકસ્માતોમાં ઓછામાં ઓછા બાર લોકોના મોત થયા છે અને ૩૯ લોકો ઘાયલ થયા છે. બે અકસ્માતોમાં ઘાયલ થયેલા પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાથી આ બંને અકસ્માતોમાં મોતનો આંકડો વધવાની શક્યતા છે. અંકલેશ્વરથી પ્રાપ્ત અહેવાલ મુજબ નેશનલ હાઈવે નંબર ૪૮ પર અંકલેશ્વર નજીક માંડવા ચોકડી પાસે ટ્રેલરને લકઝરી બસે ટક્કર મારતા માતા-પુત્રી સહિત પાંચ લોકોના મોત થયા હતા અને આ અકસ્માતમાં ૧૫ લોકો ઘાયલ થયા હતા. તમામ મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. જ્યારે રાજુલાથી પ્રાપ્ત અહેવાલ મુજબ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર રાજુલાના નીંગાળા ગામના પાટીયા પાસે ટ્રક પુલ પરથી નીચે ખાબકી જતા સાત લોકોના મોત થયા હતા અને ૨૪ ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. જેમાં બે ભાઈ, બહેન અને માતનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નેશનલ હાઈવે નં-૪૮ પર અંકલેશ્વર નજીક માંડવા ચોકડી પાસે ગત મોડી રાત્રે ટ્રેલર હાઈવે પર ઉભુ હતું. આ સમયે સુરતથી બ્રહ્માણી ટ્રાવેલ્સની બસ ગારીયાધાર જવા પેસેન્જર્સ ભરીને જઈ રહી હતી. પુરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી બસે ટ્રેલરને પાછળથી ટક્કર મારી હતી. જેથી ટેમ્પો રોડ પરથી નીચે પલટી ખાઈ ગયો હતો અને લક્ઝરી બસનો એક તરફનો ભાગ આખેઆખો ભાગ ચિરાઈ ગયો હતો. લક્ઝરી બસમાં સવાર માતા-પુત્રી સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યÂક્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ૧૫ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતા તમામને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોÂસ્પટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. અચાનક જ સર્જાયેલા અકસ્માતના પગલે મુસાફરોની ચીચીયારીઓથી નેશનલ હાઈવે ગૂંજી ઉઠ્યો હતો અને હાઈવે પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY