અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા હોઝેફા પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપવા તેમજ ઈસ્લામ ધર્મ વિશે ગંદી ભાષાનો ઉપયોગ ધાર્મિક લાગણી દુભાઈ હોય તાત્કાલીક પગલા ભરવા અંગે આવેદનપત્ર પાઠવ્યું….

0
32

આજ રોજ અલ્પસંખ્યક અધિકાર મંચ,ગુજરાત દ્રારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી કે ભરૂચ જિલ્લાના રહીશ હોઝેફા ઇસ્માઈલ પટેલ કે જોવો સામાજિક કાર્યકર તરીકે દલિત અને મુસ્લિમ સમાજના લોકોમાં શિક્ષણ, જાગૃતિ,અને માનવ અધિકારો માટે કામ કરે છે પણ તેવોને તારીખ ૨૮/૫/૧૮ ના રોજ રાતના સમયે મોબાઈલ નંબર ૮૫૪૩૦૦૯૭૮૬ અને ૭૪૬૦૮૭૧૮૬૧ ઉપર થી ફોન આવ્યો હતો અને ફોન કરનાર ભાઈએ તેનું નામ ભરત હોવાનું જણાવી ત્યાર બાદ તેણે એકદમ ખુલ્લી ગાળો આપી મુસ્લિમ ધર્મ વિશે અપશબ્દો બોલી ધમકી આપેલ કે તમે જે ફેસબુક અને વોટ્સએપ પર મેસેજ વાયરલ કરો છો તે બંધ કરી દો નહીં તો જાનથી મારી નાખીશું તેમજ મુસ્લિમ ધર્મ વિરુદ્ધ અપશબ્દો બોલી તેઓની તેમજ મુસ્લીમ ધર્મની લાગણી દુભાઈ હતી.

જે અનુસંધાને હોઝેફા પટેલ દ્વારા ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ ૩૦/૫/ ૧૮ ના રોજ લેખિત ફરિયાદ કરી હતી તેમજ સાથે ફોન રેકોર્ડિંગની સીડી પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલ હતી.

પરંતુ ૧૫ દિવસ વીતી જવા છતાંપણ પોલીસ દ્રારા કોઈ પણ પ્રકારના પગલાં નહીં ભરવામાં આવતા આજ રોજ અલ્પસંખ્યક અધિકાર મંચ,ગુજરાત દ્રારા આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY