અમરેલી,તા.૭
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના મતદારોના ધમકી ભર્યા ભાષણ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે પ્રહારો કરતા કહ્યું કે મતદારોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ભાજપના નેતા અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેર મંચ પરથી મતદારોને ધમકાવા મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણાએ પ્રહારો કરતા કહ્યું કે, ૧૮ મી સદીના બારવટીયાને શરમાવે તેમ જાહેર મંચ પરથી મતદારોને ધમકાવે છે. ભાજપે હાર સ્વીકારી લીધી છે ત્યારે સામાન્ય માણસની દયનીય Âસ્થતિનો સામનો કરી રહ્યા છે. તેવા સમયે લોકશાહી કચડવાનો ભાજપના નેતાનો પ્રયાસ છે.
વિપક્ષ નેતા ધાનાણીએ મધુ શ્રીવાસ્તવ સહિત ભાજપ સામે પ્રહારો કર્યા હતા. તેઓએ મધુ શ્રીવાસ્તવના નિવેદન મુદ્દે આક્રમક પ્રહારો કરતા જણાવ્યુ કે આ ઘટના લોકશાહીનું ચીરહરણ સમાન છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


