અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ અકબંધ રહેતા રાહત

0
93

અમદાવાદ,તા. ૧૧
અમદાવાદ શહેરમાં હળવા વરસાદી ઝાપટાનો દોર જારી રહ્યો છે. સતત બીજા દિવસે મોડી રાત્રે વરસાદ થયો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે. જેથી રસ્તાઓ ભીના થયા હતા. રસ્તા ભીના થવાના કારણે કેટલીક જગ્યાએ બાઇક સ્લીપ થઇ જવાના બનાવો બન્યા હતા. અમદાવાદ શહેરના શાહીબાગ, સાબરમતી, મણિનગર, મેઘાણીનગર, નવરંગપુરા, વિજય ચાર રસ્તા, વાડજ, નવા વાડજ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હજુ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાનો દોર જારી રહી શકે છે. અમદાવાદમાં દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટા જારી રહ્યા હતા. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૬ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ પણ વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. અમદાવાદ માટેની આગાહીમાં આ મુજબની વાત કરવામાં આવી છે. એમ પણ જણાવવામાં આવ્યું છે કે, બાફની Âસ્થતિ રહ્યા બાદ વરસાદથી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદમાં બ્રેકની Âસ્થતી હતી.અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો ન હતો. જા કે હવે વરસાદની શરૂઆત થઇ છે. બાફની Âસ્થતિ વચ્ચે ગરમીથી લોકો ફરીવાર પરેશાન થયેલા છે. અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા અકબંધ રાખવામાં આવી હોવા છતાં હાલમાં વરસાદ થઇ રહ્યો નથી. લોકો પણ ઉત્સુકતાથી રાહ જાઈ રહ્યા છે. વરસાદી માહોલની મજા માણવા માટે લોકો ઉત્સુક છે. એકબાજુ મુંબઇમાં ભારે વરસાદ થઇ રહ્યો છે ત્યારે અમદાવાદમાં ધીમી ગતિથી વરસાદ પડી રહ્યો નથી. અપેક્ષા મુજબ વરસાદ હજુ પણ થયો નથી. ભારે બાફની સ્થિતિ છે.
(સંપર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY