હળવદ સ્માશાન માં ઉભેલા ભુદેવોના પાળીયાઓનો અનોખો ઈતિહાસ,પાળીયાઓનુ નગર એટલે હળવદ

0
113

આજે વાત કરવી છે હળવદ જેમનાથી હળવદ પ્રખ્યાત છે તે ભૂદેવોની, હળવદ એટલેના બ્રાહ્મદેવોની નગરી આ નગરીમાં બ્રહ્મભોજનનો ઇતિહાસ છે. બ્રાહ્મણો જમી પણ જાણે અને જમાડી પણ જાણે, શાસત્રોતાર્થ પણ કરી જાણે છે અને ગામને જરૂર પડી ત્યારે શસ્ત્રો પણ ઉપાડી લીધા છે તેની સાબિતી હળવદ સ્મશાનમાં ઉભેલા ભૂદેવોના પાળીયા છે હળવદ એટલે પાળીયાનું નગર પાળીયાઓ લગભગ 4000 ચોરસફૂટ વિસ્તારમાં પથરાયેલા
છે.
“આ ધરાની લાલ માટી, શું વિષમતા જોઇ જગમાં
ગઇ ધરાની આંખ ફાટી,
આ ધરા નું નૂર એવું
રંક સસલું રાજવીના
અશ્વને દઇ જાય દાટી
આ ધરાની લાલ માટી.”

◇◆◇ આ પાળીયાઓની વચ્ચો વચ્ચ માંડલીયા રાવલની સતીમા પાસે સંકલ્પ સિધ્ધ હનુમાન પૂજાય છે. માઁ ભવાની પૂજાય છે. સ્વર્ગવાસ થયેલા જીવાત્માઓને અગ્નિસંસ્કાર પણ થાય. સિધ્ધપુરા દવેના સતીમા “આઇ શામ બા” નું સ્થાનક આવેલું છે જેમાં સંવત્સરી 1911 પોષ સુદ સાતમ તેમની નિર્વાણ તિથિ લખાયેલ છે.

◇◆◇ આવા અકબંધ ખંભેખંભા મિલાવી શૌર્યગાથા ગાતા સૌ સૌના વિરપુરુષો અને વિરાંગનાઓ આજે પણ પૂરા અને સાચા વિશ્વાસથી પૂજાય છે.

—–>¤ માટે જ કહેવાય છે……

” પાળીયા અકબંધ ઉભા,
શું મિલાવી સ્કંધ ઉભા,
યુધ્ધ ચડતા વીર કેરી,
વહાણ સમ સીધી સપાટી.”
——–મયુર રાવલ હળવદ
મો ૯૯૦૯૪૫૮૫૫૫

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY