અમદાવાદ ચામુંડા બ્રીજ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં અબોલ પક્ષીઓ માટે મફત કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા અબોલ પંખીઓ માટે અમદુપુરા પોલીસ સ્ટેશન ચોકી પાસે ચામુંડા બ્રીજ નીચે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમંગ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ જેટલા પાણી ના કુંડા જાહેર પબ્લિક ને આપ્યા હતા. ઉમંગ સેવા ટ્રસ્ટના દસ વર્ષ પૂર્ણ થતા હોવાથી આ ખુશીના પ્રસંગે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુંડા વિતરણ ના આ કાર્યક્રમમાં નટુભાઈ નાકરાણી, ભરતભાઈ જૈન, રાજેશભાઈ માલવયા, મનોજભાઈ મોર્ય, અંકિતભાઈ શાહ, નઈમ પઠાણ, સંદીપભાઈ ચૌહાણ અને સરફરાજ મનસુરી ઉપસ્થિત રહ્યા હતા અને દરેકને કુંડા આપ્યા હતા
મયુર રાવલહળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






