રેગ્યુલર સીઓ અમિત પંડ્યા હાલ રજા પર હોય રાજપીપળા પાલિકાનો ચાર્જ સંભાળતા આર એસ દેસાઈ તાત્કાલિક આવી સફાઈ સુપરવાઈઝરો સાથે મિટિંગ કરી કડક સૂચના આપી
અમુક સફાઈ કામદારો રજા પર હોવાથી વધુ ગંદકી વાળા વિતારોમાં જેસીબી થી સફાઈ કરાવાઈ

રાજપીપળા : રાજપીપળા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગંદકીનું સામ્રાજ્ય હોય આ બાબતે અખબારો માં અહેવાલ પ્રસિદ્ધ થતાંજ પાલિકા તંત્રમાં દોડધામ મચી હતી જેમાં હાલ રાજપીપળા નગર પાલિકાના સીઓ અમિત પંડ્યા માંદગીની રજા પર હોય ચાર્જ માં મુકાયેલા સીઓ આર એસ દેસાઈ એ અખબારોના અહેવાલ જોતાજ તાત્કાલિક અન્ય જિલ્લાની ફરજ છોડી રાજપીપળા દોડી આવ્યા બાદ સફાઈ સુપરવાઈઝરો સાથે મિટિંગ કરી પરીસ્તીથી ની જાણકારી મેળવી તાત્કાલિક સફાઈનો આદેશ આપ્યો પરંતુ તકલીફ એ હતી કે કેટલાક સફાઈ કામદારો લગ્નના કારણે રજા પર હોય ઠેર ઠેર ફેલાયેલી ગંદકી બાકી કામદારો થી તાત્કાલિક દૂર થાય એમ ન હોય માટે અમુક વિસ્તારો માં જેસીબી થી સફાઈ કરાવાઈ હતી જયારે અમુક નાના અને ઓછી ગંદકી વાળા વિસ્તારોમાં અમુક સફાઈ કામદારો દ્વારા સફાઈ કરી મોટાભાગની ગંદકી સાફ થઈ હતી જેથી શહેરમાં હાલ રોગચાળો ફાટે એ ભય દૂર થયો હતો.
જોકે સોમવારે પાલિકા સદસ્યઓએ કલેક્ટરને અને એક જાગૃત નાગરિકે આરોગ્ય અધિકારીને ગંદકી માટે લેખિત રજુઆત પણ કરી હતી એ તમામ બાબતો ધ્યાન પર લેતા ઇન્ચાર્જ સીઓ આર એસ દેસાઈ એ સફાઈ બાબતે કડક સૂચના આપ્યા બાદ લોકોએ રાહત અનુભવી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




