સંસ્કૃત ભાષા એટલે ભારતીય સંસ્કૃતિનું પ્રતિક. વૈદિક સાહિત્યનો પર્યાય એટલે સંસ્કૃત ભાષા. વર્તમાન યુગમાં સંસ્કૃતને મૃતભાષા ગણવામાં આવે છે પણ તે મૃતભાષાને બદલે માતૃભાષા બને તે માટે સમગ્ર ભારતમાં સંસ્કૃત ભારતી નામની સ્વૈચ્છિક સંસ્થા કાર્ય કરે છે
ભારતનો પ્રત્યેક નાગરિક સંસ્કૃતનો ઉપયોગ વ્યવહારમાં બોલવામાં કરે તે માટે સાત દિવસ, દસ દિવસ, પંદર દિવસની સંસ્કૃત સંભાષણ શિબીરનું આયોજન કરવામાં આવતું હોય છે આવી જ એક સંસ્કૃત સંભાષણ શિબિર તાજેતરમાં હળવદની તક્ષશિલા વિધાલય ખાતે યોજાઈ ગઈ સાત દિવસની શિબિરમાં બાળકો, ભાઈઓ અને બહેનો મળીને કુલ ૫૩ શિબિરાર્થીઓએ નિયમિત રીતે ભાગ લીધો હતો
શિબિરના સમાપન સમારોહમાં માત્ર સાત વર્ષની બાલિકા જેઠલોદા મૈત્રીએ ગીતાના શ્ર્લોકોથી મંગલાચરણ કર્યું હતું નાયકપરા આર્યાએ પઠતું સંસ્કૃતમ વદતું સંસ્કૃતમ ગીતનું ગાન કર્યું હતું તે ઉપરાંત ડોક્ટર અને દર્દીની એક હાસ્યનાટિકા સરળ સંસ્કૃતમાં રજુ કરવામાં આવી હતી જેને સૌને હસાવ્યા હતા
આ પ્રસંગે વિધાભારતીના મેનેજીંગ ડીરેક્ટર ઘનશ્યામભાઈ દવે, તક્ષશિલા વિધાલયના ટ્રસ્ટી રમેશભાઈ કૈલા ઉપસ્થિત રહ્યા હતા સંસ્કૃત ભારતીના મંત્રી જયશંકરભાઈ રાવલે સંસ્કૃત સંભાષણ ઘરે ઘરે પહોંચે તેવો અનુરોધ કર્યો હતો સંસ્કૃત વર્ગના સંચાલક વેરાવળથી પધારેલા સાગરભાઈ પાઠકનો સૌએ હૃદય પૂર્વક આભાર માન્યો હતો
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




