ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માતઃ પતિનું મોત, બે સંતાનો અને પત્નીને ગંભીર ઇજા

0
82

અમદાવાદ: પાલનપુર-ડીસા હાઇવે પર જોડનાપરા ગામના પાટિયા પાસે ટ્રક પાછળ એક કાર ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં જઇ રહેલા પરિવાર પૈકી પતિનું મોત થયું હતું જ્યારે બે સંતાનો અને પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, હાલોલ ખાતે રહેતા એક પરિવારના ચાર સભ્યો કારમાં ડીસા તરફ કોઇ પ્રસંગે હાજરી આપવા જઇ રહ્યા હતા ત્યારે ડીસા-પાલનપુર હાઇવે પર જોડનાપરા ગામનાં પાટિયા પાસે રસ્તો ક્રોસ કરી રહેલ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને કારમાં બેઠેલ જયંતીભાઇ શાહનું માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે આશિષ જયંતીભાઇ શાહ, પૂજા જયંતીભાઇ શાહ અને લલિતા જયંતીભાઇ શાહને ગંભીર ઇજા પહોંચતા આ તમામને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY