સરકારે નર્મદાના પાણી પરનો પ્રતિબંધ હટાવ્યો, ઉ.ગુજરાતના ખેડૂતોને મળશે આજથી પાણી

0
9

અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત ઉત્તર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નથી. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૧૧ મિટરે પહોંચતા નર્મદા મંત્રી નીતિન પટેલે સોમવારે ગાંધીનગરમાં ઉપરોક્ત વિસ્તાર સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વનો નિર્ણર્ય કર્યો છે.

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ઘટતા સરકારે માર્ચ મહિનાથી નર્મદાનું પાણી માત્ર પીવા માટે જ અનામત જાહેર કર્યુ હતુ. ખેતીમાં સિંચાઈ માટે વપરાશ પર પ્રતિબંધ મુક્યો હતો. ચોમાસાના આરંભે શરૂઆતના તબક્કે સરદાર સરોવરની જળસપાટી વધતા ખેતીમાં તેનું પાણી વાપરવા છુટ આપતા ખેડૂતોમાં આંનદની લાગણી પ્રસરી છે. નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે કહ્યુ કે ”સુરેન્દ્રનગર, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં ખેડૂતોને વાવણીમાં મદદરૂપ થવા આ નિર્ણય લેવાયો છે.

સરદાર સરોવર ડેમમાંથી નર્મદા મુખ્ય કેનાલમાં આવતીકાલથી પાણી છોડવામાં આવશે. જ્યાં વરસાદ થયો નથી ત્યાં આ પાણી મળતા ખેડૂતોને ઝડપથી ખરીફ સિઝનમાં પિયતની સુવિધા મળતી થઈ જશે. નર્મદા કેનાલની જેમ સુજલામ સુફલામ કેનાલ દ્વારા પણ ખેડૂતોને પિયતની સુવિધા પુરી પાડવા આવતીકાલથી જ પાણી છોડવામાં આવશે”

સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧,૩૨,૪૪૯ એમ સી એફ ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના ૩૯.૬૫ ટકા થવા જાય છે. સરદાર સરોવર નિગમના અધિકારીના કહેવા મુજબ હાલમાં ડેમમાંથી મેઈન કેનાલમાં દૈનિક ૨૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જે સૌરાષ્ટ્ર- કચ્છ સહિત રાજ્યભરમાં પીવા માટે ઉપયોગમાં લેવાય છે. આવતીકાલથી મેઈન કેનાલમાં છોડવામાં આવતા પાણીના જથ્થામાં આસ્તે આસ્તે વધારો કરીને બે-ત્રણ દિવસમાં ૬૦૦૦ ક્યુસેક અને ત્યારબાદ ઉત્તરોત્તર જથ્થો વધારવામા આવશે. જેથી મેઈન કેનાલથી બ્રાન્ચમાં ખેતી માટે ખેડૂતોને પાણી લેવામાં સરળતા રહે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY