ખ્રિસ્તીઓનો પવિત્ર વાઈન વેચાય છે, મુખ્યમંત્રીને પત્ર લખી પરમિટ રદ્દ કરવા માગ

0
8

અમદાવાદ,તા.૬
ખ્રિસ્તી ધર્મમાં પવિત્ર એવા વાઈનને વેચવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. વટવાના મનોજ મેકવાને મુખ્યમંત્રીને પત્ર લખીને આરોપ લગાવીને વાઈનની પરમિટ રદ્દ કરવા માગ કરી હતી.
પત્રમાં મેકવાને દાવો કર્યો હતો કે, આણંદના પ્રેરિસપ્રિસ્ટ ફાધર જસ્ટિન અને તેના મળતીયા ૪૦૦ રૂપિયા સુધીની કિંમતે વેચે છે. અઠવાડિયા પહેલાના એક બનાવમાં વટવાના સભાપુરોહિત ફાધર અવિનાશ, પેરિશ કાઉન્સિલના ઉપપ્રમુખ પ્રવીણકુમારે એક કેસના સમાધાનમાં તેમના ઘરે જઈને વાઈનની બોટલ ગિફ્ટ કરી હતી.
એક બોટલ આપ્યા બાદ વાઈનની બીજી જરૂર હોય તો રૂ. ૪૦૦માં બોચાસણના ફાધર આરસકુમાર પાસેથી અપાવવાની વાત કરી હતી. જેથી મેકવાને ખાનગી રીતે તપાસમાં ઘણા મળતીયા અંદરખાને વેચતા હોવાનું જણાયું હતું.
ચર્ચની વિધિમાં વાઈન વપરાય ત્યારબાદ ઈસુનું લોહી બની જાય છે એવી ખ્રસ્તીઓમાં માન્યતા છે. માત્ર ૧૪ ટકા આલ્કોહોલવાળો વાઈન ચર્ચમાં જ વપરાય છે. તેને કોઈને ગિફ્ટ આપી શકાતો નથી કે દેશમાં કિયાય વેચાણ પણ નથી કરી શકાતું. તેને ગોવાથી ચર્ચ માટે જ ઈશ્યુ કરવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY