મહુવા પંથકમાં મેઘતાંડવના કારણે ભારે તારાજી સર્જાઈ છે. મેઘરાજાના રોદ્ર રૃપથી વાઘનગરમાં ૧૫થી વધુ મકાન ધરાશયી થયા હતા. વરસાદી પાણી ભરવાના કારણે ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ હતી. ભારે વરસાદના કારણે લોકોનું અનાજ પલળી જતા લોકો બહાર ફેંકવા મજબૂર બન્યા હતા. વરસાદ બાદ ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. સેવાભાવી યુવાનો દ્વારા ૨૦૦ જેટલા ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જ્યાં તંત્ર નથી પહોંચ્યું તેવા અંતરિયાળ ગ્રામ્ય પંથકમાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે. મહુવા પંથકના કુંડળ ઢસિયા ગામમાં મેઘતાંડવના કારણે લોકોની હાલત કફોડી બની હતી. નિકોલ બંધારા પરથી ગામડે જવાનો એક માત્ર રસ્તો મોજૂદ હતો. પરંતુ નિકલો બંધારામાં ગાબડું પડતા આ રસ્તો બંધ થયો હતો. આથી લોકો દરિયાના પટમાંથી પસાર થવા મજબૂર છે.
એવામાં, લોકો ચોતરફથી ઘેરાયા હતા. કારણ કે, એક તરફ નિકોલ બંધારામાં ભાદ્રોડી અને બૂટિયા નદીના પાણીની આવક થઈ હતી તો બીજી બાજુ માલણ બંધારો ઓવરફ્લ થતા પાણીમાં વધારો થયો હતો. ત્રીજી તરફ દરિયામાં ભરતી આવતા સપાટીમાં વધારો થયો હતો. આ સ્થિતિમાં કુંડળ ઢસિયા ગામે જવા આવવાનું શક્ય રહ્યું નહોતું. પરિણામે લોકોને રહેવા અને જમવાની મુશ્કેલી છે.
જોકે, સદનસીબે આજે સવારે વરસાદે વિરામ લેતા અને દરિયાનું પાણી ઓસરતા અસરગ્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાજુના કતપર ગામના લોકો વહારે આવ્યા છે અને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે. ગામમાં ભારે વરસાદ બાદ વીજ પૂરવઠો ખોરવાઈ જતા લોકો જાતે મહેનત કરીને વીજળીના તારનું જોડાણ કરી રહ્યા છે. મહુવામાં લાઈફ જેકેટ અને ડીપ સ્વીમર સાથે સજ્જ એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત છે અને કોઈપણ પરિસ્થિતિના પહોંચી વળવા સક્ષમ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


