અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી.અસારી ની સુચના થી તથા નાયબ પોલીસ અધિક્ષક વી.કે.નાયી વિરમગામ વિભાગના માર્ગદર્શન અનુસાર જીલ્લામાં ગુનાહીત પ્રવુતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી બાબતે વિરમગામ રૂરલ પો.સબ.ઇન્સ આર.આઇ.સોલંકી તથા એ.એસ.આઇ હરજીભાઇ છગનભાઇ બ.ન ૧૦૦૫ અ.હે.કો જયદીપસિંહ રાજેન્દ્દસિંહ તથા અ.પો.કો નરેશભાઇ ભોપાભાઇ વિગેરે સ્ટાફના માણસો સાથે સચાણા બાયપાસ રોડ ઉપર પેટ્રોલીંગમા હતા દરમ્યાન એક ઇસમ મોટર સાયકલ લઇ નિકળતા અને તેની ઉપર શક જતા તેને ઉભો રાખી તેની પાસે ગાડીના કાગળો માગતા કાગળો ન જણાતા સદર મો.સા ચાલક નુ નામ ઠામ પુછતા રીયાઝખાન મુરાદખાન મલેક રહે.વિરોચન નગર તા.સાણંદ જી.અમદાવાદ નો જણાવેલ તેમજ સદર બાઇક બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહીં અને
ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી સદર બાઇક બાબતે પોતાની પાસે આધાર પ્રમાણ નહીં રાખી સદર મોટર સાયકલ ચોરી અથવા છળકપટથી મેળવી લાવેલ હોવાનુ
જણાઇ આવતા સદર મોટર સાયકલ જોતા કાળા કલરનુ લાલ પટ્ટાવાળુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર કંપનીનુ , જેનો નબંર GJ.08.L.8770, ચેચીસ નંબર જોતા MBLHA10EYBHG 55759 તથા એન્જીન નંબર જોતા HA10EFBHG54674 નો હતો
જેની કિમત.રૂ.૩૦,૦૦૦/- ની ગણી સી.આર.પી.સી કલમ
૧૦૨ મુજબ કબ્જે લઇ સદર ઇસમની સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી પો.સ્ટે લાવી મો.સાયકલનો નંબર એકલવ્ય સોફ્ટવેર થી ચેક કરતા સદર
મો.સાયકલ નિઝામુદ્દિન મોહમદં મીયા શેખ ના નામે હોવાનુ જણાઇ આવતા આ બાબતે સદર ઇસમની સઘન પુછપરછ કરતા તેણેઆ બાઇકની ચોરી કરેલાની
કબુલાત કરેલ છે.તેમજ સદર મોટર સાયકલના માલીક નો સપંર્ક કરતા પોતાનુ. મોટર સાયકલ ચોરી થઇ ગયેલ હોવાનુ જણાવતા સદર માલીકે અમદાવાદ શહેર વેજલપુર પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ થયેલ હોવાનુ જણાવેલ જેથી વેજલપુર પો.સ્ટેમાં સપંર્ક કરતા વેજલપુર પો.સ્ટેશન માં ફ.ગુ.ર.નં ૧૦૩/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનુ જણાવતા મોટર સાયકલ તથા સદર ઇસમ ને વેજલપુર પો.સ્ટેશન માં સોપવાની તજવીજ કરવામા આવેલ છે.
રીપોર્ટર
મુન્ના વ્હોરા વિરમગામ
મો.૯૮૯૮૩૯૭૪૮૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



